________________
સર્વ જીવોને ક્ષમાપના : સર્વ પ્રત્યે હારી મૈત્રી ૩૧૯ પ્રતિપન્ન છું. અર્થાત મેં હારું, સિદ્ધોનું, હારા મુનિએનું અને હારા શાસનનું (એમ ચાર) શરણ અંગીકાર કર્યું છે.
જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણુ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તે.
શ્રી વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશ સ્તવન “સર્વસને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હશે.”–શ્રીમદ રાજચંદ્રજી
મહાભય પામેલે કોઈ જેમ “દુગરસુરક્ષિત દુર્ગખ્ય નિર્ભય સ્થાનને આશ્રય કરે, તેમ આ ભયંકર ભવાટવીમાં ભ્રમણ કરતાં ભયભીત થયેલા મુમુક્ષુ જીવને આ ચઉશરણ જ એક શરણ છે, ભાવ અભય આપનારૂં પરમ નિર્ભય “સમા શ્વાસનસ્થાન”—આશ્રયસ્થાન છે. માટે–અનન્ય ભાવશરણને દાતાર અરિહંત ભગવંતનું હું શરણ ગ્રહું છું. શુદ્ધ આત્મસ્વરૂપી સિદ્ધ ભગવંતેનું હું શરણ ગ્રહું છું. મૂર્તિમાન સમાધિસ્વરૂપ સાધુ ભગવંતનું હું શરણ ગ્રહું છું. કેવલિ ભગવંતે ભાખેલા આત્મસ્વભાવ ધર્મનું હું શરણુ ગ્રહું છું. ચઉગતિનો ઉછેદ કરનારા આ ચઉશરણને મેં આશ્રય કર્યો છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org