________________
૨૭૮
વીતરાગસ્તવ સવિવેચન * મુખમુદ્રા પરમ ચિત્તપ્રસન્નતા વ્યક્ત કરી રહી છે! એની અસંગતા જાણે સર્વ પરભાવની પરિવજના પ્રકાશી રહી છે. એના ખુલ્લા ખાલી હાથે જાણે એમ સૂચવી રહ્યા છે કે અમને હવે આ ચિત્રવિચિત્ર જગત્ સાથે કાંઈ લેવાદેવા નથી. અમે અમારું કામ કરી લીધું છે, હવે અમારે કંઈ પણ કરવાપણું રહ્યું નથી. અહો ! આવી અદ્ભુત નિર્વિકાર મુદ્રા મેં પૂર્વે કદી પણ દીઠી નહોતી. ખરેખર! જગતમાં કઈ પણ વીતરાગ દેવ હોય તે તે આવા જ ઘટે. હું ધન્ય છું ધન્ય છું કે આવી દિવ્ય મૂર્તિનાં મને દર્શન થયાં. ઉપશમરસ ભરી સર્વજનશંકરી,
મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, - તિણે ભવભ્રમણની ભીડ મેટી.”–શ્રીદેવચંદ્રજી
બાહુ-કાદંબરીની સ્પર્ધા કરે એવી તિલકમંજરી મહાકથાના સષ્ઠા મહાકવિ ધનપાલને વીતરાગપ્રતિમાના દર્શન થતાં જ સહજ ઉગાર નીકળી પડ્યા કે
"प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्य : । करयुगमपि यत्ते शस्त्रसंबंधन्ध्यं, તત ગતિ ફેવો વીતરાસ્વમેવ ” મહાકવિ ધનપાલ
આ મહાકવિ ધનપાલ એ જ છે કે જેણે રચેલી અપૂર્વભક્તિરસપૂર્ણ “ઋષભ પંચાશિકા' નું “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્ય
જીએ શત્રુંજય પર શ્રીમુખે ગાન કર્યું હતું અને તેની ભારોભાર , સ્તુતિ કરી હતી, એવો ઉલ્લેખ મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org