________________
શાંત વીતરાગમુદ્રાથી જ ત્રિજગજય
૨૭૭ જગતનું ત્રાણ–રક્ષણ કરનારા હે ત્રાતા !-જગના રક્ષણહાર! “જગજેતા”-જગને જીતી લેનારા એવા હારા બીજા ગુણોની તો શી વાત કરવી? પણ પ્રશમરસમાં નિમગ્ન એવી પરમ શાંત અને ગાંભીર્યપ્રસન્નતાદિ પરમ ઉચ્ચ–પરમ ભવ્ય ભાવ દર્શાવતી એવી પરમ ‘ઉદાત્ત” હારી મુદ્રાથી જ-વીતરાગ મુદ્રાથી જ આ ત્રિજગત્ જીતાઈ ગયું છે! અર્થાત્ લ્હારા બીજા ગુણે જગને જીતી લેનારા તો છે જ તેની વાત દૂર રહે ! પણ વીતરાગ ભાવની સૂચક આ હારી શાંત ઉદાત્ત મુદ્રા જ જગને જીતી લેવાને બસ છે!
હે વીતરાગ ! હારી નિવિકાર વીતરાગમુદ્રાના દર્શન થતાં જ વિચક્ષણ વિવેકી જનના મુખમાંથી સહજ ઉદ્દગાર નીકળી પડે છે કે–અહો ! આની દષ્ટિ કેવા પ્રશમરસમાં નિમગ્ન થયેલી છે! આનું મુખકમલ કેવું પ્રસન્ન, શાંત, સૌમ્ય છે. નથી દેખાતી આના ખોળામાં કામિની કે નથી આના હાથમાં હથિયાર ! અહો ! સમભાવભરી એની દષ્ટિ જાણે સમ પરિણામે જગને દેખી રહી છે! એની પ્રસન્ન
આ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વીતરાગ દેવના અનન્ય શાસનને મે–સમુદ્ર-ચિંતામણિ—અમૃતની ઉપમા આપી, આ વીતરાગ શાસનથી વિમુખ–પ્રતિકૂળ વર્તનારાઓ પ્રત્યે પુયપ્રકેપ દર્શાવવા સાથે તેની સન્મુખ વર્તનારાઓની મુક્તકંઠે સ્તુતિ કરી છે, અને આવા અનન્ય વીતરાગ શાસનની પ્રાપ્તિથી સ્વધન્યતા ચિંતવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org