________________
२६६
વીતરાગસ્તવ સવિવેચન પ્રથમ મને જય બાબત વર્ણન કર્યું છે. ગસાધનામાં મનોજય પરમ આવશ્યક છે; જ્યાંલગી મનઃશલ્ય દૂર થાય નહિ, મનને કાંટે નીકળે નહીં ત્યાં લગી ગસિદ્ધિ પણ થાય નહીં.
- શરીરમાં પેઠેલું “શલ્ય” (ક) કાઢવા માટે બે ઉપાય છે કે તે તેને જોરથી ખેંચી કાઢવું જોઈએ, કાં તો તે ભાગ ઢીલે થતાં તે આપોઆપ આસાનીથી નીકળી જવું જોઈએ. આમાં પ્રથમ પ્રકારમાં ઘણું ઘણું બળ વાપવું પડે છે-ઘણું ઘણું કષ્ટ ઉઠાવવું પડે છે, બીજા પ્રકારમાં વિના કષ્ટ આસાનીથી નીકળી જાય છે. તેમ યોગસાધનામાં પણ ભેગીએ મન શલ્ય દૂર કરવું આવશ્યક છે; તે મનશલ્ય દૂર કરવા માટે નાના પ્રકારની મન-વચન-કાયાની કે કિયાઓ કરવામાં આવે, તે પણ તે શલ્ય માંડમાંડ નીકળે છે વા નીકળતું નથી, પણ તે મનનું શિથિલપણું –ઢીલાપણું કરવામાં આવે તો તે મનઃશય સહેજે નીકળી જાય છે. આટલી ભૂમિકા પરથી આ લેકને ભાવ સ્પષ્ટ થશે.
બીજાઓ મન-વચન-કાયાની અનેક પ્રકારની કષ્ટ ક્રિયા કરી મનઃશલ્ય દૂર કરવા માટે મરી મરીને માથે છે, છતાં જે મનઃશલ્ય દૂર કરવું દુષ્કર થઈ પડે છે, તે મનઃશય તે મન-વચન-કાયાની કટ ચેષ્ટા-કઠેર કિયા સર્વથા “સંહરી લઈ –ખેંચી લઈ-દૂર કરી, “લથપણુંથી જ શિથિલપણાથી જ–ઢીલાપણાથી જ વિયેજિત કર્યું, –આત્મામાંથી વિયુક્ત કર્યું-અલગ જૂદું પાડી દીધું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org