________________
૨૫૦
વીતરાગતવ સવિવેચન ભાવરૂપ ઉપેક્ષાવૃત્તિપણું છે, છતાં તેને અર્થ તું કાંઈ જગજીના કલ્યાણમાર્ગ પ્રત્યે ઉપેક્ષા સેવે છે એમ નથી – પણ જગત્કલ્યાણાર્થે તું તે ઉપેક્ષાની–ઉદાસીનતાની જ ઉપેક્ષા કરે છે! વૈરાગ્યને જ હણી નાંખે છે ! અર્થાત્ આવા અનન્ય ઔદાસીન્યમાં પણ તું સતત-નિરંતર સકલ વિશ્વનો ઉપકારકારી છે, “નિષ્કારણ કરુણરસસાગર” તું પરમકૃપાળુદેવ જગજીને પરમ નિષ્કારણ કરુણાથી પરમ આત્મકલ્યાણના સન્માર્ગને સદુપદેશ આપી પરમ વિશ્વકલ્યાણ કરે છે,–જન્મ-જરા–મરણપરંપરાથી ત્રાણ-રક્ષણ કરનારૂં પરમ અભયદાન આપી પરમ વિપકાર કરનાર તાયી”—જગત્રાતા બને છે. આમ ઔદાસીન્ય છતાં પરમવિશ્વકલ્યાણકારી, વૈરાગ્યનિમગ્ન છતાં, વૈરાગ્યનિગ્ન તું “તાયી”-વિશ્વત્રાતા પરમાત્માને નમસ્કાર હો ! છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગ સ્તવમાં
સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક વૈરાગ્ય નિરૂપક દ્વાદશ પ્રકાશ છે
ક
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org