________________
અન્યમાં સર્વ દોષ: હારામાં સર્વ ગુણ! ૨૩૫ નથી માન, નથી માયા, નથી લભએમ સર્વથા દેષઅભાવરૂપ સર્વ અભાવાત્મક (Negative) ગુણો હારામાં છે એટલું જ નહિ, પણ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અનંત વીર્ય એ આદિ સર્વ સભાવાત્મક (Positive) ગુણો સર્વથા હારામાં પ્રગટ દેખાય છે. આ જે લ્હારી સ્તુતિ હું કરું છું તે મિથ્યા-ખાટી–ફોગટ હાય, તા અત્રે આ બાબતમાં “સભાસદે”—સન્યાયસભાના પ્રમાણિક પરીક્ષકો પ્રમાણ છે! સ્વ–પરના પક્ષપાતથી રહિતપણે મધ્યસ્થ દષ્ટિથી તેઓ આ જે મેં કહ્યું તેની પરીક્ષા કરી જે કહે તે ખરૂં! મહંતમાં મહંત તું પૂજ્ય મ્હારા સ્તુતિગોચરમાં! महीयसामपि महान्, महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेर्गौचरमागमः॥८॥
દેહરા તું મહનીય મહાતમ ને, મહાનથી ય મહાન; આ મુજ સ્તુતિગોચરે, સ્તવતાં હે ભગવાન ! ૮
અર્થ –મહીયસેથી–મહાનમાં મહાનથી પણ મહાન, મહાત્માઓને મહનીય—પૂજનીય એ તું સ્વામી અહો ! સ્તવતાં મહારી સ્તુતિના ગોચરમાં (વિષયમાં) આ!
વિવેચન લઘુ પણ તુમ દિલ નવિ માવું રે, જગગુરુ તમને દીલમેં લાવું રે... એમાં કુણને દીજે સાબાશી –શ્રી યશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org