________________
૨૩૬
વીતરાગસ્તવ સવિવેચન જગમાં જે “મહીયસ”-ઇંદ્ર-ચંદ્ર-ચક્રવતી આદિ લોકપાલાદિ અથવા જગગુરુગીન્દ્ર આદિ મહામાં મહાન ગણાય છે, તે સર્વ “મહીયસૂથી”—મહાનમાં મહાનથી પણ –મહત્તમથી પણ તું મહાન છે ! યેગીન્દ્ર જગદ્ગુરુઓને પણ પરમ જગગુરુ તું મહંતમાં મહંત છો ! બીજા સામાન્ય આત્માઓથી જે મહાન છે એવા મહાત્માઓથી પણ તું “મહનીય–પૂજનીય–પૂજવા ગ્ય છે ! અહો ! આશ્ચર્ય છે કે આ મહત્તમમાં મહત્તમ તું સ્વામી લઘુતમમાં લઘુતમ એવા હારી નાનકડી સ્તુતિને “ગોચરમાં” –વિષય ક્ષેત્રમાં આવી ગયો ! આવા મહામાં મહાને પણ મેં સ્તવન કરતાં મ્હારી સ્વલ્પ સ્તુતિમાં સમાવી દીધે! આમાં કોને સાબાશી દેવી ? તું ભગવાનને? કે તું ભગવાનના દાસ આ હેમચંદ્રને ? એમ અત્ર ધ્વનિ છે,–આ તે
લઘુ પણ તુમ દિલ નવિ માવું રે, જગગુરુ તુમને દીલ મેં લાવું રે....એમાં કુણને દીજે સાબાશી રે' એમ શ્રી યશોવિજયજીએ માર્મિક રીતે કહેલા ભાવ જે અભુત ભાવ થયે ! | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–
સકાવ્યાનુવાદ– વિવેચનમાંઅદ્દભુત વિલક્ષણ મહિમાતિશયવર્ણનાત્મક એકાદશ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org