________________
અન્યને દેહદાનથીય ન મળ્યું તે સુકૃત હારા ચરણે! ૨૩૧ પરિસ્થિતિ જણાય છે! વિષમઅલંકારથી સમજાતી વિષમતા જ દેખાય છે! તેં કેઈને પણ કિંચિત્ પણ દીધું નથી ને કેઈની પણ પાસેથી કિંચિત્ પણ લીધું નથી– ગ્રહણ કર્યું નથી, તે પણ હારૂં “આ”–પ્રગટ દેખાતું પ્રભુત્વ”ત્રિભુવનપ્રભુપણું–ત્રિભુવન સ્વામિપણું છે! અહો ! આ તે “વિપશ્ચિની”—વિદગ્ધ વિદ્વજનની કેઈ “અકલ” -કળી ન શકાય એવી આશ્ચર્યકારક અદ્ભુત કલા છે!
અન્યને દેહદાનથી ય ન મળ્યું, તે સુકૃત હારા ચરણે આવ્યું ! यदेहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः। उदासीनस्य तन्नाथ! पादपोठे तवालुठत् ॥५॥ દેહ દાનથી ય સુકૃત ના જે,
અન્યદર્શનીય અન્ય ઉપાજે; તું ઉદાસીનની પાદપડે તે,
આવી નાથ ! સ્વયમેવ ઉઠે તે. ૫ અર્થ -પોતાના દેહના પણ દાનથી જે સુકૃત– (પુણ્યકર્મ) પરોથી–અન્યદર્શનીઓથી ઉપાર્જવામાં આવ્યું નથી, તે સુકૃત હે નાથ ! ઉદાસીન એવા લ્હારી ચરણપીઠે આવ્યું છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org