________________
અદ્ભુતિનિધ વીતરાગને નમઢાર
૨૨૫
'
સમસ્ત કષાયાદિ વિભાવાની પ્રશાંતિરૂપ પરમ શાંતરસનિમગ્ન પરમ વીતરાગતા અદ્ભુત છે ! પરમ આશ્ચર્ય કારી છે! અનુત્તરવિમાનવાસી દેવથી પણ ‘અધિક ’–અનંતગણું સુંદર એવું ત્હારૂ' રૂપ અદ્ભુત છે-પરમ આશ્ચય કારી છે! નિષ્કારણકરુણારસસાગર હે પરમકૃપાળુ દેવ ! સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની પણ અહિંસા એ!ધનારી હારી કૃપા અદ્ભુત છે પરમ આશ્ચય કારી છે ! આમ સ અદ્ભુતિનધિના ‘ઈશ ’-ઈશ્વર-સમસ્ત આશ્ચયના નિધાનના સ્વામી તું ‘ભગવ’તને’ નમસ્કાર હા ! સમગ્ર ઐશ્વય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન ( આત્મપરાક્રમ) એ છ પ્રકારનું ‘ભગ’મહાભાગ્ય પરમેષ્કૃષ્ટ હાવાથી જે ખરેખરા યથાનામા ‘ભગવત’ છે એવા તને નમસ્કાર હા !
॥ ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં સકાવ્યાનુવાદ–સવિવેચનમાં—સર્વ અદ્ભુતનિધિ વીતરાગના વિરાધાભાસી ગુણનિરૂપક દશમ પ્રકાશ!
x ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः ।
धर्मस्याथ प्रयत्नस्य षण्णां भग इतीङ्गना ॥
શ્રી હરિભદ્રાચાર્ય કૃત લલિતવિસ્તરા (વિશેષ માટે જુએ મત્કૃત વિવેચન)
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org