________________
૨૧૦
વીતરાગસ્તવ સવિવેચન કે-હે પ્રભુ! હારું દુર્લભ દર્શન મને આ કલિયુગમાં પ્રાપ્ત થયું ને હારી આશા ફળી; હે પ્રભુ! જે હું હારી સાથે મળે તે મહારે જન્મ કૃતાર્થ માનું છું, મહારા હાથમાં ચિંતામણિ મળે ને મારા આંગણે કલ્પતરુ ફન્ય જાણું છું.
જાણું હે પ્રભુ! જાણું જન્મ કચ્છ, જે હું હે પ્રભુ! જે હું તમ સાથે મિલ્હોજી; સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાયે હથે, આંગણ હે પ્રભુ! આગણ સુરતરુ ફળે છે.”
- શ્રી યશોવિજયજી આવા આ દુઃષમ કલિકાલમાં વીતરાગના પરમાર્થદર્શનની પ્રાપ્તિની પરમ દુલભતા અંગે શ્રીમદ્ રાજચંદ્રજી. પ્રકાશે છે કે –
આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુસમ કહ્યો છે, તેમ વિશેષ કરી પ્રત્યે અનાર્યપણા ગ્ય થયેલાં એવાં આવાં ક્ષેત્રે વિષે તે કાળ બળવાનપણે વર્તે છે. લોકેની આત્મપ્રત્યયોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા ગ્ય થઈ છે, એવા સર્વ પ્રકારના દુસમયેગને વિષે વ્યવહાર કરતાં પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે, અને પરમાર્થનું અવિસવું અત્યંત અત્યંત દુલ્લભ છે. આનંદઘનજીએ ચૌદમા જિનના સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુસમપણું એટલી વિશેષતા છે.” શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org