________________
૨૦૮
વીતરાગસ્તવ સવિવેચન
જડતાકારક છે-થીજાવી દે એવે છે, કિંકર્તવ્યતાવિમૂઢ કરી દે એવે છે, અને સાથે સાથે વિતરાગદેવની ગર્ભિત સ્તુતિ કરી છે કે–આવી અંધકારમય કલિકાલ-રાત્રીમાં તું પ્રકાશ રેલાવનાર દીપ છે, ખારા કલિકાલ–લવણસમુદ્રમાં તું પરમ વિશ્રામસ્થાનરૂપ અમૃતદ્વીપ છે, ઉજજડ કલિકાલ-મભૂમિમાં તું કલ્પવૃક્ષ છે, “વક જડ” બનાવી દે એવા કલિકાલ–હિમમાં તું ભવશીત ઉડાડનારે પાવક અગ્નિ છે. આવા વીતરાગ ભગવાનની ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. આ કાળમાં જીવને તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે. આ ભક્તિમાર્ગની પ્રધાનતા અંગે શ્રીમદ રાજચંદ્રજીના પરમ મનનીય વચન છે કે –
તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે ઘણું દેષથી નિવૃત્ત કરવાને ગ્ય એવી હોય છે. અ૫ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વછંદાદિ. દેષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તે ઘણા કાળસુધી જીવન પર્યત પણ ભક્તિપ્રધાન દશા આરાધવા ગ્ય છે; એ નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.)”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org