________________
સતવક્તા-શ્રોતાના સુયોગે કલિમાં ય શાસન જય.
૨૦૧
મહારાજ જેવા પરમાહંત વીતરાગ શાસનના અનન્ય ભક્ત શ્રોતા હોય અને “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી? જેવા ઉત્તમ ઉપદેશક હોય ત્યાં વીતરાગ શાસનને જયઘોષ દિગંતમાં કેમ ન ગાજે? વર્તમાન કાળને અપેક્ષીને પણું બોધ લેવા ગ્ય છે કે જે ઉપદેશક વતાવર્ગ સુબુદ્ધિમાનસુવિચારશીલ–દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવજ્ઞ સમયજ્ઞ હોય, અને શ્રવણ કરનાર શ્રોતાવર્ગ સુશ્રદ્ધાવાન હય, અને તે બન્નેને જે સુંદર સહકાર શાસનસેવા અર્થે હોય તે જગમાં વીતરાગશાસનને જયશેષ જરૂર વાગે. ભગવદ્ વીતરાગ શાસન પ્રત્યેની અનન્ય અંતરુદાઝથી પરમતત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના–સહુના હૃદયને વીંધી નાખે એવા–પરમ વેધક સહજ અંતરેગાર નિકળી પડ્યા છે કે
“હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હિનપુર્ણી મનુષ્યને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન કયાંથી પ્રાપ્ત થાય? થવામાં આવાં વિદને ઉત્પન્ન થયાં તારાં બેધેલાં શાસે કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં ૪૪ શાસનદેવિ ! એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણને માર્ગ હું બીજાને બધી શકું, દર્શાવી શકું, ખરા પુરુષે દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બે ભણી વાળી આ આત્મવિરાધક પંથેથી પાછાં ખેંચવામાં સહાયતા આપ !! તારે ધર્મ છે કે સમાધિ અને બેધિમાં સહાયતા આપવી.”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org