________________
ચાવકની વિમતિ-સંમતિ જોઈતી નથી
૧૯૧
પિતાના વિશાલ પટમાં સમાવવાને જિનદર્શન સમર્થ છે, કારણ કે સર્વથા સર્વત્ર નિરાગ્રહી એવી સર્વસમન્વયકારી પરમ ઉદાર અનેકાન્ત દષ્ટિને ઉપદેશતા જિન ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં એવી પરમેત્તમ છે કે તેમાં સર્વમતદર્શન હળીમળીને પિતપોતાની સંભાળ કરતા રહે છે.
" उद्धाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि सर्व दृष्टयः । न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥"
શ્રી સિદ્ધસેનદિવાકરજી કૃત દ્વાત્રિશતદ્વા. ૪ “જિનવરમાં સઘળાં દરિસણ છે, દશન જિનવર ભજન રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજન રે. ષદરિસણ જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણ આરાધે રે.
–શ્રી આનંદઘનજી
ચાર્વાકની વિમતિ કે સંમતિ માગતા નથી विमतिः सम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ નથી ચાવકની જેતી, વિમતિ તેમ સંમતિ; આત્મા-પરભવે મોક્ષે, જેની મુંઝાય છે મતિ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org