________________
૧૯૦
* વીતરાગસ્તવ સવિવેચન સાંખ્ય પણ કોઈ પ્રકારે એકાનેકરૂપ વસ્તુને સ્વીકાર કરે જ છે, તેથી એ પણ અનેકાંતને પ્રતિક્ષેપ-સામને કરી શકે નહિં.
આમ સર્વ એકાંતવાદી દશને અનેકાંતવાદી વીતરાગ દર્શનને પ્રતિક્ષેપ કરી શકે એમ છે નહિ, અને અનેકાંતવાદી વીતરાગ દર્શન તે કઈ પણ દર્શનને પ્રતિક્ષેપ કરતું જ નથી, પરંતુ “સ્યાત્ ” પદના ન્યાસથી એકાંતવાદનું દૂષણ દૂર કરી પ્રત્યેક દષ્ટિબિન્દુને સાપેક્ષપણે સ્વીકાર કરતું હેઈ સર્વદર્શનને પિતાના અંગમાં સમાવી લે એવું પરમ ઉદાર–પરમ વિશાલ છે; આ સ્વાદુવાદી જિનદર્શનનું –વીતરાગદર્શનનું સર્વદર્શનવ્યાપકપણે તેના સ્વાદુવાદદશીપણને લઈને છે. એટલે યથાયોગ્ય નવિભાગ પ્રમાણે તે તે દર્શન તિપિતાના નયની અપેક્ષાએ “કથંચિત”— કેઈ અપેક્ષાએ સાચા છે એમ “મ્યા' પદને ન્યાસ કરીને તે સમાધાન–સમન્વય (Reconciliation) કરે છે. આમ જિનદર્શન સર્વદર્શનમાં વ્યાપક (Al-pervaiding) થાય છે ને સર્વ દર્શને જિનદર્શનના અંગભૂત બને છે, પણ અન્ય દર્શને એકાંતવાદના આગ્રહરૂપ દૂષણથી દૂષિત હોવાથી એકદેશીય હાઈ સર્વદેશીય જિનદર્શનમાં વ્યાપક થઈ શકતા નથી. સાગરમાં સર્વ સરિતાઓ સમાય છે, પણ સરિતામાં સાગર સમા નથી, તેમ જિનદર્શન–સાગરમાં સર્વદર્શન-સરિતાએ સમાય છે, પણ સર્વદર્શન-સરિતામાં જિનદર્શન-સાગર સમાતું નથી. આમ સર્વ દર્શને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org