________________
૧૯૨
વીતરાગસ્તવ સવિવેચન
અર્થ–પરલેક આત્મા અને મોક્ષ વિષયમાં જેની મતિ મુંઝાઈ ગઈ છે એવા ચાર્વાકની વિમતિ વિરુદ્ધ મતિ) વા સંમતિ માગવામાં આવતી નથી.
વિવેચન
“લોકાયતિક સુખ જિનવરની, અંશ વિચાર જો કીજે રે; તત્વવિચાર સુધારસધારા, ગુરૂગમ વિણ કિમ પીજે રે?
ષડ દરિશણ.–શ્રી આનંદઘનજી
અને ચાર્વાકની તે અમારે “વિમતિ”—વિરુદ્ધ મતિ પણ નથી જોઈતી કે સંમતિ-અનુમતિ પણ નથી જોઈતી ! કારણ કે આત્મા, પરક, પુણ્યપા૫, બંધમેક્ષ આદિ વિષયમાં એ બાપડાની મતિ જ મુંઝાઈ ગઈ છે–મોહ પામી ગઈ છે એટલે એની પાસેથી શી આશા રાખી શકાય? કારણ કે આ ભવ મીઠા પર કેણ દીઠા ?” એમ માત્ર વર્તમાનદશી ચાર્વાક તેના નામ પ્રમાણે “Eat Drink & be merry?—ખાવું પીવું ને ખેલવું એમ ચર્વણ કરવામાં જ માને છે, તે વીસે કલાક આ દેહની વેઠમાંથી ઊંચે આવતું નથી, એટલે પરલેક–આત્મા–મેક્ષ આદિ બાબતની તે બાપડાને કંઈ ગતાગમ નથી, પશુ જે અબૂઝ મૂઢ છે. માટે તેને મત અત્રે વિરુદ્ધ છે કે સંમત છે તેનું અમને કાંઈ પ્રયજન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org