________________
૧૮૨
વીતરાગસ્તવ સવિવેચન નિત્ય અનિત્ય સ્વરૂપતા, જ્યારે વસ્તુની હોય, જેમ ભાખી ભગવાન ! તું, ત્યારે દેશ ન કેય. ૫
અર્થ-પણ જ્યારે હે ભગવન ! જેમ તેં કહ્યું છે તેમ વસ્તુની નિત્યાનિત્યસ્વરૂપતા હય, ત્યારે કોઈ દોષ છે જ નહિ.
વિવેચન આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.
–શ્રીમદ્ રાજચંદ્રજી આમ એકાંતનિત્યમાં કે એકાંતઅનિત્યમાં ઉક્ત પ્રકારે કૃતનાશ-અકૃતાગમ દેષ આવે છે, સુખદુઃખને ભેગ ઘટતું નથી, પુણ્યપાપ કે બંધમેક્ષ ઘટતા નથી, અર્થ કિયા ઘટતી નથી,-આમ અનેક દેષ આવે છે. પણ હે વીતરાગ ભગવાન ! તે જેમ ભાખી છે તેમ અનેકાંતપણે જ્યારે વસ્તુની નિત્યાનિત્યરૂપતા માનવામાં આવે ત્યારે કઈ પણ દેષ છે નહિં. સકલ તત્વવ્યવસ્થા સાગપાંગ અવિકલપણે સુઘટમાન થાય છે. ' અર્થા –જેમ શ્રી વીતરાગદેવે પ્રકાશ્ય છે તેમ અનેકાંત સિદ્ધાંત પ્રમાણે જે વસ્તુનું નિત્ય-અનિત્ય સ્વરૂપ સ્વીકારીએ તો કેઈ પણ દેષ સંભવ નથી. કારણ કે તત્વાર્થસૂત્રમાં કહ્યું છે તેમ નિત્યની વ્યાખ્યા આ છે— તાવીજો નિત્યે', એટલે ઉત્પાદ-વિનાશને સદ્દભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org