________________
વીતરાગપ્રણીત નિત્યાનિત્ય વસ્તુમાં દોષઅભાવ ૧૮૩
છતાં અન્વયીરૂપ તે વસ્તુના ભાવથી જે હીન-રહિત ન થાય તે નિત્ય આગલા પર્યાયને નાશ થાય અને નવા પર્યાયને ઉદ્દભવ થાય છતાં મૂળ વસ્તુ-દ્રવ્ય તે સર્વત્ર કાયમ જ રહે. દાખલા તરીકે–મનુષ્યમાંથી દેવપણે ઉપજે ત્યારે મનુષ્યપર્યાયને નાશ થયે અને દેવપર્યાયને ઉત્પાદ થયે, પરંતુ આત્મારૂપ મૂળ દ્રવ્ય તે સર્વત્ર અનુગામી રહ્યું. આમ વસ્તુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે. આ જ પરમ ગંભીર તત્ત્વવસ્તુ પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ સાદી સરલ ભાષામાં આત્મસિદ્ધિમાં સચોટપણે પ્રકાશી છે. (જુઓ મથાળે ટાંકેલી ગાથા.)
i
અનેકાંત સિદ્ધાંતનું દષ્ટાંતથી સમર્થન– गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । दयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजे ॥६॥ ગેળ ખરે ! કહેતુ છે, ને સુંઠ પિત્તનિમિત્ત; તેહ ઉભયમય ઔષધે, છે નહિ દોષ કવચિત. ૬
અર્થ-ગોળ કફનું કારણ હોય ને સુંઠ પિત્તનું કારણ હોય; પણ તે બન્ને રૂપ ગોળ–સૂંઠના ઔષધમાં દોષ છે નહિં.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.