________________
૧૨૪
વીતરાગસ્તવ સવિવેચન અત્રે દિવ્યધ્વનિ પ્રાતિહાર્ય અતિશય વર્ણવ્યું છે– હે ભગવન્! માલકેશ આદિ ગ્રામ અને રાગથી “પવિત્રિત – પવિત્ર કરાયેલે ત્યારે દિવ્ય વનિ હર્ષથી “ઉગ્રવ”જેલે ગ્રીવા–ડેક ઉંચી કરી છે એવા મૃગથી પણ
પીવા” છે. અત્રે “ઉદુગ્રીવ” (ડેક ઉંચી કરતા) શબ્દથી કવિએ “સ્વભાક્તિથી આબેહૂબ જીવંત ચિત્ર ( Life-like picture ) રજૂ કર્યું છે. તેમજ – અત્રે
પીવા” શબ્દ હેતુપૂર્વક મૂક્યો છે, કારણ કે તે પિપાસુની ઉત્કંઠા વ્યંજિત કરે છે. જેમ તૃષાતુર જલને રોગ થતાં ઉત્કંઠાથી પાન કરે છે, તેમ અપૂર્વ–અશ્રુતપૂર્વ એવી દિવ્ય વનિરૂપ અમૃતમય જિનવાણીને વેગ મળતાં પિપાસુ એવા મૃગલાં પણ તે ઉત્કંઠિતપણે પીએ છે, અર્થાત અત્યંત ઉત્સુકતાથી શ્રવણ કરે છે. વળી મૃગલાં સંગીતપ્રિય ગણાય છે તે પણ જે આમ ઉત્કંઠાથી શ્રવણ કરે છે, તે પછી માલકેશાદિ રાગથી ગવાતે ભગવાનને દિવ્ય ધ્વનિ કે દિવ્ય સંગીતમય કર્ણપ્રિય હશે તે સહેજે સમજી શકાય છે. તેમજ મૃગલાં જેવા તિર્યંચ પશુ “પણ” જે આટલી *ઉત્કંઠાથી શ્રવણ કરે છે તે મનુષ્ય-દેવઆદિ અન્ય પર્ષદાનું તે પૂછવું જ શું? એમ “પણ” શબ્દથી ધ્વનિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org