________________
રેગનાશ: ઈતિઅનુભવ વૈરાગ્નિશમન ઉંદર-તીડ આદિ ઈતિને અનુભવ હોય છે– नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः। क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः॥५॥ આવિર્ભત ન થાય જે અવનિમાં તીડે શુકે મૂષકે, નાશે ઈતિ અનીતિ જેમ પળમાં ભૂપ પ્રભાવે પ્રાપ
અર્થ–મૂષકો – ઉંદરે, શલભે –તીડે, શુક્રોએ ઈતિઓ, ક્ષણમાં રાજાથી ઊડાવી દેવાયેલ અનીતિઓની જેમ, ભૂમિમાં જે આવિર્ભાવ પામતી નથી;
વિવેચન ઈતિ ભીતિ વ્યાપે નહિં ?' મૂષકને ઉપદ્રવ, તીડને ઉપદ્રવ, સૂડાને ઉપદ્રવ એ આદિ “ઈ તિ”—અરિષ્ટ, અનિષ્ટ કુદરતી ઉપદ્રરૂપ આફત કહેવાય છે. ભગવદુના વિહારક્ષેત્રની આસપાસમાં આ “ઈ તિઓ”—અનિષ્ટ આપત્તિઓ હોતી નથી, એ પાંચમે અતિશય આ પાંચમા લેકમાં પ્રતિવસ્તુપમા અલંકારથી વર્ણવ્યું છે : મૂષક–ઉંદરે, શલભ-તીડે, શુક–સૂડા એ “ઈતિઓ” ક્ષિતિપથી–પૃથ્વીપાલ રાજાથી ક્ષણમાત્રમાં ફગાવી દેવાયેલ અનીતિઓની જેમ, આ અવનિમાં આવિર્ભાવ–પ્રગટપણું પામતી નથી–પ્રગટ થતી નથી; અર્થાત્ ન્યાયપ્રિય રાજાના રાજ્યમાં કડક હાથે ડામી દેવાયેલી અનીતિઓ જેમ દેખા દે નહિં, તેમ હારા વિહારક્ષેત્રની આસપાસનાં એજનશતાધિક વત્તલમાં ઈતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org