________________
વીતરાગસ્તવ સવિવેચન
દેખા દે નહિં –એ તું પરમ પુણ્યશ્લેકને આશ્ચર્યકારી અતિશય છે.
ભગવકૃપા–મધથી વિરાગ્નિ-શમન થાય છે— स्त्रीक्षेत्रपदादिभवो, यदैरामिः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥ જે વૈરાગ્નિ શમી જાત ઉપજતો સ્ત્રી ક્ષેત્ર આદિથી, જાણે ભૂતલ વર્ષના તુજ કૃપાના પુષ્કરાવથી; ૬
અર્થ–સ્ત્રી–ક્ષેત્રદ્રવ્ય આદિથી જન્મેલે વૈરાગ્નિ જે જાણે કે હારી કૃપારૂપ પુષ્પરાવર્તની વર્ષા થકી પૃથ્વીતલમાં પ્રશમી જાય છે;
વિવેચન જ્યાં જ્યાં આ અચિંત્યપુણ્યપ્રભાવી પ્રભુના પાવન પગલાં પડે છે ત્યાં ત્યાં વિરાગ્નિનું શમન થઈ જાય છે એ છઠ્ઠા અતિશયનું આ છઠ્ઠા ગ્લૅકમાં ઉક્ષાલંકારથી વર્ણન કર્યું છેઃ “જરે જમીન ને જેરૂ, એ કજિયાના ભેરૂ” એ લેક્તિ પ્રમાણે સ્ત્રી-ક્ષેત્ર-કવ્યાદિ થકી જેને ઉદ્દભવ થાય છે એ વૈરાગ્નિ, આ ભૂમિતલમાં જાણે હારી કૃપાના પુષ્કરાવત્તની વર્ષા થકી પ્રશમી જાય છે! અર્થાત્ લ્હારા. સાનિધ્ય થકી પ્રાણીઓને વિરાનલ પ્રશાંત થઈ જાય છે, તે જાણે હારી કૃપારૂપ પુષ્કરાવ મેઘધારાથી શાંત થયા હોયની!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org