SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સૂધબૂધ ગુમાવી બેઠો છું. અને આ..આ.. કહેતાં જીભ ઊપડતી નથી, શરમાઉં છું. આત્માને તિરસ્કારું છું. હે દયાનિધિ ! ક્રોધ અને વેર, શોક અને ઈર્ષા, નિંદા અને ચાડી, આ બધાને ઘૂંટી-ઘૂંટી મારામાં ભર્યા છે. દ્વેષ ભારોભાર ભરાયો છે. બહુ-ઊંડાં એનાં મૂળ છે. છતાં, મેં તો અન્યના જ દોષ જોયા છે. અપ્રીતિ જગાડી છે અને મૈત્રી ભગાડી છે. આ વેષે મને બાળ્યો છે. બળીને હું કોલસા જેવો થઈ ગયો છું. હુંનું સ્વરૂપ સર્વથા બદલાઈ ગયું છે. મારા ઘરમાં મહેમાન માલિક બની ગયો છે. રાઈજેટલી જગા બાકી નથી રાખી, એવો આ રાગ છે. જરા જેટલા રાગ માટે પણ કહેવાયું છે : રાગ અલ્પ ગૂઢો અતિ રાગથી મોટો શત્રુ બીજો કોણ હોય? नास्ति रागसमो रिपुः। આ રાગના બે પ્રતિનિધિ : કંચન અને કામિની. આ પણ મને વળગ્યા જ છે. શૂરો પૂરો થઈ હું કંચન અને કામિની ભોગવું છું. कान्ता-कनक-सूत्रेण वेष्टितं सकलं जगत्। --ન્યાયે એના બંધનમાં ગાઢ બંધાયો છું. શ્લેખની માખીની જેમ ચોંટ્યો છું. કળણમાં ખૂંપતો હોઉં તેમ, રાગના બંધનમાં ખૂંપ્યો છું. અને પ્રભુ તું? તારી શી વાત કરું? તારી તો, વાત થાય તેમ નથી. સરખામણી પણ ક્યાં થાય એની સમજ ગુમાવી બેઠો છું. તું નજીક છે, તેથી તારી સામે જોઉં છું. તું રાગદશાથી દૂર... સાવ ન્યારો; રાગની જરા-જેટલી છાયા પણ તારામાં જણાતી નથી. મેં રાગવશ શું શું કર્યું છે, એના કરતાં શું નથી કર્યું? છતી આંખે, હું આંધળો કર્યો . ઘૂંકના ઘર-જેવું મોં, ચન્દ્ર-જેવું ગયું છે! દુર્ગધના દરિયા-જેવા દેહને અત્તરનાં વિલેપન કર્યા છે બેડીનાં બંધનને પગનાં ઝાંઝર ગણ્યાં. ગળાના જોતરાને હાર માન્યો. શું-શું નથી કર્યું મેં? પેલા કૂતરા જેવાં કારસ્તાન છે મારા; હાડકાને દાંત-વચ્ચે ભીંસી, પોતાના પેઢાનું લોહી ચૂક્યું છે મેં ! કામાંધ બની સાંઢની જેમ ધસ્યો, ઈદ્રિયોને અનુકૂળ મળતું ગયું, તેમ હું લપસતો ગયો. લપસતો જ ગયો અને ફસાતો ગયો. હે નાથ ! આ મોહને કારણે જ મારો મોક્ષ હણાયો છે. મોક્ષને હણે છે, માટે તેનું નામ મોહ નહીં હોય ને? મોહ મારા અણુ-અણુમાં ભરાયો છે. એણે તો, મારું રૂપ હરી લીધું છે. હૈયા કમકમે અને ક્રૂજ વછૂટે શરીર એવા સ્થાનમાં, ખદબદતા કીડાની જેમ હું ભવોભવ સબડ્યો છું. પ્રભુ ! મને તેના સકંજામાંથી છોડાવો, તો મારા ઉદ્ધારમાં પળનોય વિલંબ ન થાય. મોહનો લેશ અંશ તારામાં નથી અને મને મોહ વિના ચેન નથી. તેથી, સારી બજારમાં હું કલંકિત બન્યો છું. હે પ્રભુ ! જેણે મને ભીખ માંગતો કર્યો છે, એ લોભની શી વાત કરું ? પC: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy