SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તું તારા કૃપા-વિમાનમાં બેસાડી દે, પછી વાર શેની? મારો ખ્યાલ જ નહીં, તે આટલો ઊંડો હશે ! લોભ અને તેની દીકરી આશાના સંગમાં લુબ્ધ એવો હું, બધાની સામે ચપ્પણિયું લઈ ઊભો રહું છું. કૂતરાની જેમ ઘર-ઘર ભટક્યા કરું છું. પ્રભુ, તારી તો વાત જ નિરાળી ! તે તો આશાને જ, દાસી બનાવી દીધી છે; જ્યારે હું, આખી દુનિયાનો દાસ ! તારામાં મેરુની નિશ્ચલતા. તારી એ નિશ્ચલતાને જોઈને જ, મેરુ પથ્થરનો પુંજ બન્યો. જ્યારે હું તો, કાચિંડાની જેમ પળ પળ પલટાતો રહું છું. પવન પણ સ્થિર લાગે, એવો હું ચંચળ ! તું શુદ્ધ, બુદ્ધ ને નિરંજન, હું તારાથી સાવ સામે છેડે. હું તો, આચરણે સાવ ઊંધો. રણમાં ઝાંઝવાનાં જળને જોનારો હું, અશુદ્ધ તો એવો કે ઓળખ જ નથી રહી. શરીરે ચળ આવે ત્યારે, કુચ ઘસનારો હું. પરિણામ તો, જે આવે તે ભોગવું છું. હે ઈશ્વર ! તારા પ્રેમનો મને પરિચય છે. મારા અવગુણો કરતાં, તારા ગુણો શક્તિશાળી છે. મારા દોષો ગમે તેવા ગાઢ અને રૂઢ હોય તો પણ, જૂના અને જામી ગયેલા હોય તો પણ તારા ગુણો તો, ચૈતન્ય સાથે જોડાયેલા છે. મેરુ સમ અડગ છે, તારો પ્રેમ મારા દોષના દરિયાને સૂકવી શકશે. આ શ્રદ્ધાથી હું તને વળગ્યો છું. પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજા, તે રહ્યા સાજા, અળગા અંગ ન સાજા રે... મનમોહન સ્વામી. હે સ્વામી ! મારા દોષ મારા પુરુષાર્થે કાઢતાં, પાર ન આવે. તારા પ્રેમભર્યા નયનની નજરનો સ્પર્શ, મારા બળેલા, ખાખ થયેલા મનને વિશુદ્ધ સોનું બનાવશે. તારા પ્રેમના પુષ્પરાવર્ત મેઘજળમાં ન્હાતાં-ન્હાતાં, મારી જાત ઓગળી જાય, તો હું ધન્ય બની જઈશ. તારા પ્રેમની અનરાધાર વર્ષાને યોગ્ય બનું, મારું અવળું પાત્ર સવળું બને અને છલકાઈ જાય. કદી ન આથમે, એવા અજવાળાનો ચિરનિવાસ થાય હે ગુણસાગર ! મારા આ પરાક્રમ, હું તારી પાસે જ કથી શકું. કહેતાં લાજ ઊપજે એવો, મારી અંદરનો ઓરડો છે. અવગુણની વખાર છું. હવે એથી ગુંગળાઉં છું. છતાં, તે સામેથી બોલાવી મને સાંભળ્યો. મને હવે આશા જાગી છે. મારી આ દશામાં પણ તારી દયા વરસે, તારો પ્રેમ સતત વરસતો રહે, અનરાધાર વરસતો રહે, તો, તારી એ પ્રેમળજ્યોતિના અજવાળે-અજવાળે હું પણ ઉજમાળ થઈશ. જાળાં દૂર કરતાં-કરતાં અડાબીડ જંગલ પાર કરીશ. હવે મને, વાર નહીં લાગે. ચાલતાં વાર લાગે; ઊડતાં શી વાર ? હે વિભુ! બસ, આ જ ઝંખના છે. તારાથી જ તે પાર પડશે. હવે તો મેં મુદ્રાલેખ હૃદયમાં કોરી રાખ્યો છે : તને કદી તણું નહીં, બીજાને કદી ભજું નહીં. તારી કૃપા મળે તો, તારી કૃપાના બળે તારી કૃપા ફળ એટલે...એટલે ગુમાવેલું બધું મારું, મને પાછું મળે. પ્રાર્થના : ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy