________________
પ્રાર્થના
अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीअरागा सव्वण्णू परमकल्लाणा परमकल्लणाहेऊसत्ताणं ‘મૂઢે મટ્ટિપાવે' अणाइमोहवासिए
अणभिन्ने भावओ | દિદગા મિને સિયા,
अहिअनिवित्ते सिआ हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीओ सव्वसत्ताणं स-हिअंति इच्छामि सुकडं, इच्छामि सुकडं, इच्छामि सुकडं
હે અહંત પરમેશ્વર પરમાત્મા! આપ તો અચિજ્ય શક્તિના ભંડાર છો ! વીતરાગ સર્વજ્ઞ છો. પરમકલ્યાણ સ્વરૂપ છો અને જીવોના પરમકલ્યાણને કરનારા છો. પણ પ્રભો ! હું મૂઢ છું. તેથી પરમાર્થથી અનભિજ્ઞ છું -અજાણ છું. | મારી ઇચ્છા છે, કે હું આપની કૃપાથી હિત અને અહિતને જાણનારો થાઉં.
તે પછી, અહિતને ત્યજનારો થાઉં અને હિતને આદરનારો થાઉં. તે વડે આરાધક થાઉં. સર્વ પ્રાણીનું ઔચિત્ય જાળવવા દ્વારા
મારું આત્મહિત સાધનારો થાઉં. આવા પ્રકારના સુકૃતને હું ઇચ્છું છું. આવું સુકૃત આપની કૃપાથી થાઓ.
પંચસૂત્ર
પ્રાર્થના : ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org