SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર-મહામંત્ર-મહિમા અષ્ટક જેનો મહાન મહિમા, સઘળે ગવાય, પુણ્યોદયે જન ભજે, સહુ કષ્ટ જાય; શ્રી કલ્પવૃક્ષ મનવાંછિત, પુણ્ય કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. શ્રી શ્વેતવર્ણ અરિહંત, સુ-રક્ત સિદ્ધ, આચાર્ય પીત શુભ-વાચક નીલ બદ્ધ; શ્યામાંગ દિવ્ય મુનિજી, અતિ પુણ્ય નામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. સમ્યકત્વ ભાવમય, દર્શન જ્ઞાન આપે, ચારિત્ર જ્ઞાનબળથી, ભવ દુઃખ કાપે; ચારિત્રથી તપ મળે શુભ મુક્તિધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. ચક્રેશ્વરી વિમલદેવ, કરે સહાય, પુણ્ય કૃપામય સુવૃષ્ટિ, કદી પમાય; સર્વોચ્ચ પંચપરમેષ્ઠિ પદે પ્રણામ મંત્રાધિરાજ! પરમેષ્ઠિપદે પ્રણામ. સંગ્રામ-સાગર જલે, વિપિને મુંઝાય, આપત્તિ સિંહ-અહિ-વ્યાધ્રતણી જણાય; ત્યાં દિવ્ય મંત્ર, અખૂટે કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. દારિદ્ર-રોગ-જનનાં, સહુ કષ્ટ ટળે, સંપત્તિ-પુત્ર-વનિતા, સુખમાર્ગે વાળે; એવો મહાન નવકાર, સુહર્ષ ધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. શ્રીપાળ, રાણી મયણા ધરણેન્દ્ર આદિ, પલિપતિ અમર, કંબલ-શંબલાદિ; પામ્યાં બધાં રટણથી, શુચિ સિદ્ધિ, મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ. એવો મહાન શુચિ મંત્ર મનુષ્ય પામે, સંસારના ત્રિવિધ તાપ બધા વિરામે; દેવેન્દ્ર કિન્નર રટે, મુખ અષ્ટ યામ, મંત્રાધિરાજ! પરમેષ્ઠિપદે પ્રણામ. મહામંત્ર નવકારના પ્રભાવને સરળ અને સુગમ શૈલીમાં સ-રસ ભાષામાં અહીં વાચા આપી છે. શબ્દો સમજાય એવા છે. પરિવારના સભ્યો સાથે બેસી આ અષ્ટકનું ગાન કરે તો, ઘરમાં દિવ્ય વાતાવરણ પ્રસરે. “મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ”નો શબ્દઘોષ વિશેષ લાભકર્તા છે. પરિવારના આપસના સંબંધો સંપીલા, મધુર અને સુખમય રાખવા આવા અપાર્થિવ તત્ત્વની આવશ્યકતા હોય છે જ. આ અષ્ટકના શબ્દો પાછળના ભાવમાં ડૂબકી મારવાથી ભાવ લોકની ઝલક લાધે છે, રોજ-રોજ આવા શબ્દોના સેતુ દ્વારા અગોચર તત્ત્વ સાથે અનુસંધાન રચાય તે જરૂરી છે. અનુસંધાન માટે શબ્દો સહાયક છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે: મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા; ચરણ લઈ દોડવા બેસું, વરસોનાં વરસ લાગે. અગમના એ લોકમાં ચરણ લઈને તો ક્યાં પહોંચાય? શબ્દો એ સોગાદ છે, તેથી આવા શબ્દો દ્વારા શબ્દાતીત સાથે મેળાપ કરી લેવો જોઈએ. પણ ૪૨ : પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy