________________
કીર્તિ કેરા કોટડાં, પાડ્યાં નવ પડંત !
વિવેકી વ્યક્તિને જ્યારે ધન અને આબરૂ : બેમાંથી એક બચાવી શકાય તેમ છે તેવું લાગે ત્યારે તે, આબરૂને બચાવવા, ધન તો શું, ઘર અને ઘરેણાં પણ, જતાં કરે. ધન અને સંપત્તિ અતિ ચંચળ છે, એની તેને સમજ છે. તે જશે તો ફરી કમાઈ લેવાશે, પણ આબરૂ જશે તો, એ કદી પાછી નહીં મેળવાય. કદાચ, મળશે તો પણ, તેમાં ડાઘ રહી જશે. ધન ચંચળ છે તો, કીર્તિ તેથી પણ વધુ ચંચળ છે. પ્રાણના ભોગે પણ, કીર્તિનું રક્ષણ કરવું જોઈએ. થોડાં” માટે ‘બહુ'નો ત્યાગ ન થાય. પણ, ‘બહુ’ માટે ‘થોડાં'નો ત્યાગ ખચકાટ વિના કરી દેવો જોઈએ. ધન-સંપત્તિની ગણના થોડાં” માં થાય; તેતો આવે ને જાય! જ્યારે આબરૂ ‘બહુ’માં ગણાય. તેનું જીવની જેમ જતન કરવું જોઈએ. એકલા પૈસાવાળા, સંપત્તિવાળા તો ક્યારેક સાયંસ્મરણીય હોય! જ્યારે કીર્તિવાન હંમેશા પ્રાતઃસ્મરણીય છે. જીવનની કિંમત પ્રતિષ્ઠા છે.પૈસો અને વૈભવ તો ઠીક છે. કીર્તિ માટેની ખેવના -મરી ફીટવાની તમન્ના - તે જ તમારું જીવન! શ્વાસની અવર-જવર લુહારની કોઢમાંની ધમણમાં પણ જોવા મળે છે. તેની કાંઈ નવાઈ નથી. માણસ, જતી વેળાએ જે સુવાસ મૂકી જાય, તે જ ટકાઉ છે! તેના માટે મથવાનું છે. યશસ્વી જીવન જ, ઉત્તમ જીવન! નામ રહંતા ઠક્કરા ! નાણાં નવ રહંત; કીર્તિ કેરાં કોટડાં, પાડ્યાં નવ પડંત.
૩૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org