________________
અતિરેક અભાવને નોંતરે છે .
/
ના ગ્રામવિકાસ
વિકસતા યુગમાં મકાન ઈટ-સિમેંટનાં બને છે. ઈટ અને ઈટને જોડવાનું કામ સિમેંટ કરે છે. ઈટને અને સિમેંટને જોડવાનું કામ પાણી કરે છે. આ પાણી વિના એ જોડાણ શક્ય નથી; પણ જો તેમાં પાણીનું પ્રમાણ વધી જાય તો પણ, એ જોડાણ શક્ય ન બને. તે તો, પ્રમાણસર જ જોઈએ. ફૂલથી ઝૂમતા છોડને, ફળથી લચી પડતા વૃક્ષને ઊગવા માટે; બીજને અંકુર બનવા માટે, માટીની જેમ પાણીની જરૂરત રહે જ; પણ તે, માપસર અને માફકસર જ હોવું જોઈએ. પાણીથી છોડ પાંગરે છે માટે એને પાણી આપ્યા જ કરો તો, જેનાથી જીવન મળવાનું છે તેનાથી જ જીવન ઝૂંટવાઈ જાય; માટે એ પ્રમાણસર જ જોઈએ. “અતિ’ ન જોઈએ. એ જ પ્રમાણે જીવનના હરકોઈ ઘટકોમાં પ્રમાણભાન જળવાવું જોઈએ. આજે લગભગ સર્વત્ર અતિરેકની બોલબાલા છે. પછી તે લગ્ન-પ્રસંગના ભોજન- સમારંભની વાત હોય કે નાનાં દીકરા-દીકરીની વેશભૂષાની વાત હોય ! જરૂરથી વધારે વાત્સલ્ય પણ, અહિત કરે છે. કહેવતમાં કહ્યું છે કે, ઝેર પણ માપસર હોય તો તે ઔષધ છે અને અમૃત પણ માપથી વધુ હોય તો ઝેર છે. અતિરેક સર્વત્ર ટાળવા જેવો છે. સાવધ રહેવા જેવું છે, વિવેકનો દીવો સતત પ્રગટેલો રાખવો જોઈશે.
સવજી છાયા
૩૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org