________________
અધૂરપ ઢાંકીએ – સારપ ઉપસાવીએ
ગાઢ અને વિશાળ,ગીચ જંગલની કેડી પાસે એક ભાઈ બેઠા હતા. ઇચ્છા હતી કે જંગલ પાર કરી દઈશું. મનમાં ચિંતા હતી કે પગથી તો પાંગળો છું, કેમ કરી જવાશે? ત્યાં, એવામાં એક અંધ-જન ત્યાં આવ્યા. એને પણ જંગલ પાર કરવાની ઇચ્છા હતી ! બન્ને જણા સંપી ગયા. પાંગળાભાઈ પગથી અટકેલા હતા, પણ આંખના સાજા-નરવા હતા. અંધભાઈ આંખેથી અખમ હતા પણ, પગના સાજા હતા. સરસ જોડ બની. અંધભાઈએ પોતાના સક્ષમ ખભા પર પાંગળાભાઈને બેસાડ્યા. એણે જેમ-જેમ રસ્તો સુઝાડ્યો તેમ-તેમ આંધળાભાઈ ચાલ્યા અને સુખ-સુખે બંને જંગલ પાર કરી ગયા. એકના પગની સારપ અને બીજાની આંખની સારપ કામે લાગી. બંનેની અધૂરપ ઢંકાઈ ! સંસારમાં સર્વત્ર, આવા ઠંદ્ર છે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્ની, ગુરુશિષ્ય. આ તમામ જોડકામાં-દરેકમાં સારપ અને અધૂરપ બન્ને એક સાથે હોવાનાં જ. અધૂરપ અને સારપનો સરવાળો એટલે માણસ ! ફક્ત સારપ જ હોય કે કેવળ અધૂરપ જ હોય, એવું તો કોઈ ન જ હોય. એકબીજાએ એકબીજાના પૂરક બનીને અધૂરપ ઢાંકવાની છે, સારપ પોષવાની છે; તો જ કાર્ય-સિદ્ધિ થાય. સામેનાની સારપ સ્વીકારતાં, સંકોચાવાનું નથી. સામી વ્યક્તિમાં જે ન હોય અને તે આપણામાં હોય, તો તેના પૂરક બનવાનું છે. આમ કોઈની પણ અધૂરપ હોય એને “ઓવર-લેપ કરવાની છે. તેમાં જ આપણી શોભા છે, શાણપણ છે, હિત પણ છે. પાંગળા અને આંધળાની જેમ, આપણા જોડીદારની સાથે સંપીને રહીએ અને આ ભવ-અટવી સુખ-સુખે પાર કરી લઈએ.
ચિંતન : ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org