________________
દુર્લભતાનું ભાન દુર્બયને અટકાવે છે
જેઠ અષાઢ કોરા ગયા હોય ત્યારે, સત્તાવાળા દ્વારા જાહેરાત થાય કે
ચોવીસ કલાકમાં, પાણી માત્ર એકવાર અને તે અડધો કલાક જ આપવામાં આવશે. ત્યારે, પાણી આવવાનો જે સમય હોય, તેની પહેલાંથી જ, ડોલ, તપેલું ને પવાલી કે પીપ, એવું બધું તૈયાર
રાખવામાં આવે છે. | એ સમયે બીજું કશું કામ નથી કરવાનું,
એવો નિયમ જાણે-અજાણે પણ પળાય છે. પાણી મુશ્કેલીથી મળે છે, લાંબા સમયે મળે છે, થોડા સમય માટે જ
મળે છે, એટલે આ બધી કાળજી રખાય છે. ભાલ જેવા પ્રદેશમાં તો દૂર-દૂરથી, બે-ત્રણ કિલોમીટર દૂરથી પીવાનું પાણી આવતું હોય તો તે પાણી, પીવા સિવાય બીજા કોઈ ઉપયોગમાં
ન લેવાય તેનો બરાબર ખ્યાલ રખાય છે.
તેનો દુર્વ્યય અટકે છે, કારણ તે દુર્લભ છે. એ પ્રમાણે, આપણને મળેલો મનુષ્યભવ પણ અતિશય દુર્લભ છે. બહુ-ઓછાને, બહુ-ઓછા કાળ માટે અને લાંબા ગાળે મળે છે.
માટે તેની ક્ષણો વાવવાની છે, વેડફવાની નથી. દુર્લભતાનું ભાન દુર્થયને અટકાવે છે.
૧૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org