SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ થોડોક અર્થવિસ્તાર ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં સામાન્ય રીતે તો લોકો કહેતા હોય છે કે ઉત્તમની તો કોણ ઉપેક્ષા કરે ? જેમ જે રાચરચીલું, કપડાંલત્તાં, ઘરેણાં, મિષ્ટભોજન વગેરે સહુને ગમે જ. એની ઉપેક્ષા કોઈ ન કરે. તો પછી આવો બોધ શાને ? ના એવું નથી. ઉત્તમ શબ્દ ઘણા વિશાળ અર્થને સમાવીને બેઠો છે. ભૌતિક સપાટીએ જે ઉત્તમ-શ્રેષ્ઠ છે, તેની ઉપેક્ષા નથી થતી. એ ઠીક છે. પરંતુ ઉત્તમ પુસ્તકો, ઉત્તમ વિચારો, ઉત્તમ વ્યક્તિઓ... હજુ આ યાદી લંબાવીએ તો, માતા-પિતા, કલ્યાણકારી મિત્ર અને ઉપકારી ગુરુજનથી લઈને ઠેઠ ૫રમાત્મા સુધી ઉત્તમનો વિસ્તાર વિચારી શકાય. આવાં- આવાં ઉત્તમ તત્ત્વો છે અને એ સંદર્ભમાં આપણે વિચારવાનું છે. એવું પણ બને કે આવી ઉત્તમ ચીજ સામે આવે ત્યારે એને આવકારવાનો ઉમળકો નથી હોતો. એના પ્રત્યે મનમાં સાવ ઠંડો પ્રતિભાવ જાગે છે. એ ઉત્તમ છે એવી જાણ છતાં પણ, એ તરફ લગાવ ન હોઈ એની ઉપેક્ષા જ થઈ જાય છે ! એક સાદો દાખલો લઈ આ સમજી લઈએ –– સાંજના સમયે, બસ એમ જ, પતિ-પત્ની બન્ને એમના બાળક સાથે ટહેલવા નીકળ્યા છે. રસ્તે દેરાસર આવ્યું. પત્નીએ સહજ કહ્યું : ચાલો દર્શન કરી લઈએ. પતિ કહેશે : સવારે તો દર્શન કર્યા છે, તું જઈ આવ. આવું બનતું તમે પણ ઘણીવાર અનુભવ્યું હશે જ. થોડે આગળ જતાં, તેઓ એક હૉટલમાં ગયા; નાસ્તો કર્યો. બહાર નીકળી થોડું ચાલ્યા ત્યાં, શેરડીના રસનો સંચો આવ્યો. દીકરાએ કહ્યું ઃ શેરડીનો રસ પી લઈએ. પતિ તૈયા૨ ! આમ, ઉત્તમની જે રીતે ઉપેક્ષા થઈ એ વ્યાજબી નથી. ક્યારેક ઇચ્છા ન હોય તો પણ સુદાક્ષિણ્યથી પ્રેરિત થઈને પણ, ઉત્તમનો આદર કરવો જોઈએ. જુનવાણી માણસોમાં તમે જોયું હશે. ઘરની બહાર નીકળતાં કોઈ કહે : ચા પીને જાઓ. અથવા જમીને જાઓ. જવાબ મળશે ના, નથી પીવી; ભૂખ નથી. ત્યારે વડીલ કહેશે ઃ જતી વખતે જમવાનું નામ લીધું છે. અન્નનો અનાદર ન કરાય. થોડુંક વાંદી લો. અને બહાર જનાર વ્યક્તિ આ સ્વીકારી લે છે. આ અન્નનો આદર છે. આ રીતે આપણે ઉત્તમને ભૌતિક સ્તરથી આગળ વ્યાવહારિક સ્તરે વિચારી શકીએ. એમ કરતાં કરતાં · આગળ વધતાં આધ્યાત્મિક ક્ષેત્રે પણ, ઉત્તમનો આદર કરવાનો હોય. આચરણ દુષ્કર લાગે તો એનું દુઃખ હોવું જોઈએ. અધમનો અનુરાગ પણ, ઉત્તમની ઉપેક્ષામાં કારણ બની શકે. એ અનુરાગ તીવ્ર હોય તો, તે ઉત્તમના સેવનમાં બાધક બને છે. કર્મવશ કે સંયોગવશ અધમનું સેવન થાય તો પણ તેનો અનુરાગ, ન જન્મે તેની કાળજી રાખવી જોઈએ. આપણને સંયોગો અને સામગ્રી ઉત્તમ મળ્યાં છે. તેનો સરવાળો પણ ઉત્તમોત્તમ હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only ચિંતન : ૯ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy