________________
ઉત્તમની ઉપેક્ષા નહીં અને અધમનો અનુરાગ નહીં
4 235
2
29/
સતત પરિવર્તન પામતા આપણા જીવનમાં કેટકેટલાં પ્રસંગોની અને વ્યક્તિની અવર-જવર થતી રહે છે. એ બધી ઘટના, પ્રસંગ અને વ્યક્તિ કે વાચન-શ્રવણ પણ જુદાં જુદાં સ્તરનાં જ રહેવાનાં. તેને બે જ ખાનામાં વહેંચવાનાં હોય; કાં તો તે ઉત્તમ હોવાનાં, કાં તો તે અધમ હોવાનાં. અરે ! રસ્તા પરથી પસાર થતાં મંદિર પણ આવે અને હૉટલ પણ આવે. જોતાવેંત મન ખેંચાય એવી દુકાનો પણ આવે અને જોતાવેંત મન-મોં બગડી જાય એવી દુકાન પણ આવે; એટલે આપણે મંદિરને ઉત્તમ કહીશું અને બીજાને અધમ. પણ, આપણે એક નિયમ અપનાવીએ : ઉત્તમની ઉપેક્ષા નહીં અને અઘમનો અનુરાગ નહીં. આ નિયમથી, આટલું નક્કી કરવાથી, ઉત્તમ નજીક આવતું જશે અને અધમ છૂટતું જશે. જો આપણે અધમનો અનુરાગ કેળવીશું અને ઉત્તમની ઉપેક્ષા કરતાં જઈશું તો સરવાળે આપણી પાસે અધમનો ઉકરડો ભેગો થશે અને ઉત્તમ શોધ્યું નહીં મળે. અધમ વણનોતર્યું આવે છે; ઉત્તમને લાવવા કરગરવું પડે છે. આપણે ઉત્તમ મેળવવું છે. ઉત્તમ થવું છે. ઉત્તમ એટલે કે તમોગુણથી ઉપર ઊઠેલું. ભર્યું-ભર્યું હોય તે.
સવજી છાયા (
૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org