SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નગર કે શહેર ફરતો કોટ કે કિલ્લો હોય તે નગરનું બંધન નથી TWEE Kalp પણ સુરક્ષાનું કવચ છે. તે અત્યંત મજબૂત હોવા જોઈએ. હા, તેમાં યોગ્યસમયે જવા-આવવાના દરવાજા હોવા જોઈએ; કોઈ અનિષ્ટકારક તત્ત્વો પ્રવેશી ન જાય તેની કાળજી રાખનાર રખેવાળચોકિયાત પણ હોવા જોઈએ. કિલ્લાની એક ઈંટ પણ કાચી પડે, નાનું બાકોરું પડે કે ગઢમાં ગાબડું પડે, તો તરત જ તેની મરામત કરાવી લેવાય છે. ગઢ તો છિદ્ર વિનાનો જ હોવો જોઈએ. તે જેટલો મજબૂત તેટલી આપણી સલામતી. આ સમજણ સ્પષ્ટ છે, કિલ્લામાં સુરક્ષિત રહેનાર એની મજબૂતીનું ગૌરવ અનુભવે છે. PA PIC FIE IRISI HIS ગામ Spice 이 Jpsy 1-516 ET BS સંયમ એ યમનો પણ યમ છે 109 Jain Education International ble તન, મન અને જીવનની સાત્ત્વિકતાને સદાય વિકસિત રાખવા માટે,, એની ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે, બહારનાં કોઈ નુકસાનકારક તત્ત્વો અંદરની પવિત્રતાને અભડાવી ન દે, ખંડિત ન કરે તે માટે આપણને સંયમ – નિયમના કિલ્લાના રક્ષણની જરૂર છે. આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ ઉપર કાબૂ રાખવો હિતાવહ છે. આ તો નહીં જ આ તો ખરું જ આવા સંકલ્પ કરીએ અને તેને દૃઢ બનાવવા માટે, એની ફરતો કિલ્લો બનાવીએ, એનું નામ પ્રતિજ્ઞા – નિયમ. આવા નિયમો જેટલા દૃઢ, પોલ વિનાના, તેટલી આપણાં આંતરજીવનસૌંદર્યની સલામતી વધારે. સ્વચ્છ અને ડાઘ વિનાના જીવન માટે તે જરૂરી છે. એક કહેવત યાદ રાખવા જેવી છે : નાથ વિનાનો બળદ નકામો અને નિયમ વિનાનો મરદ નકામો. આપણે સ્વેચ્છાએ, તન-મન-જીવનને સ્વચ્છ, સ્વસ્થ અને સત્ત્વસભર બનાવવા, નિયમિત થવાનો, સંયમિત થવાનો પ્રયત્ન કરીએ. For Private & Personal Use Only ચિંતન : ૧૧ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy