________________
ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે
આપણે કાંઈ ને કાંઈ પુરુષાર્થ તો રોજ કરતા જ રહીએ છીએ, પણ એ પુરુષાર્થની સફળતાની આધારશિલા છે : ધ્યેયની સ્પષ્ટતા. આપણું ધ્યેય સ્પષ્ટ હોય તો જ, તેને સામે રાખીને કરેલી ગતિ સાર્થક બને છે; એ ગતિ પ્રગતિમાં રૂપાંતર પામે છે. ધ્યેયની સ્પષ્ટતા અને તે પછી, તે માટેના પુરુષાર્થનું સાતત્ય જરૂરી છે. આ સરળ નથી. તેમાં વિઘ્ન આવે તો પણ, તે ધ્યેયનો વિકલ્પ ન સ્વીકારવો. ધ્યેય પ્રાપ્તિની તીવ્રતા એ વિદ્ગોને વિખેરી નાખે છે; ઓળંગી જવાનું બળ આપે છે. માટે, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી, અવિરામપણે મંડ્યા રહેવું તે સિદ્ધિની પૂર્વ શરત છે. ગામ જવા નીકળ્યા; પણ થોડું ચાલીને જો બીજી દિશાના ગામે જવા વિચાર્યું, એટલે વિપ્ન શરૂ ! તેથી ધ્યેયની સ્પષ્ટતાની જેમ નિશ્ચલતા પણ, તેટલી જ જરૂરી છે; તેમાં ચંચળતા ન ચાલે. નિર્ણય લેતાં પહેલાં ‘આ કે તે' વિકલ્પ ભલે શોધ્યા કરીએ -- એ ચાલે; પણ પછી નહીં. તે નિર્ણય પછી તબક્કો ગતિનો આવે છે. ગતિ જ પ્રગતિનું રૂપ લે છે અને ધાર્યા ગામ અને ઠામ પહોંચાય છે. માત્ર ચાલવાથી ગામ નથી પહોંચાતું, પણ જે ગામ જવું છે તે ગામની દિશામાં ચાલવાથી તે ગામ પહોંચાય છે -- જરૂર પહોંચાય છે. ધ્યેયની સ્પષ્ટતા ગતિને સાર્થક કરે છે.
- કનુ દેસાઈ
૬: પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org