SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સુઇગામ. 11) 30, સુખી થવાની સાદી ચાવી : અસતો માઁ સત્ ગમય 19 ભાગ છે. માણસે માણસમાંથી સારા બનવા માટે મહેનત કરવી પડે છે. સારા બની જવું એ તો સહેલું કામ છે પણ સારા બની રહેવું એ અઘરું કામ છે. એ અઘરા કામને સહેલું બનાવનારાં ત્રણ પગથિયાં છે : સત્ સંગ; સત્ વાચન; સત્ આચાર આજના, અસથી ઉભરાતા યુગમાં સત્ પુરુષનો મેળાપ થવો એ સદ્ભાગ્યની નિશાની ગણાય. ખારાધ મહેરામણમાં સત્ની મીઠી વીરડી જેવા સત્પુરુષનો સમાગમ તો ઈશ્વરની કૃપા થાય ત્યારે જ થાય. એટલે આ વીરડીને સતત પામવી જરૂરી છે. રોજનું સત્ વાચન, વાચન સાથે સત્ શ્રવણ અને સત્ દર્શન પણ વણી લેવાના છે જ. ડગલે ને પગલે ઠેબે ચડતા અસત્ વાચન-શ્રવણ-દર્શનના ઉકરડા જેવા ઢગલામાંથી સત્ને વીણી લેવાના, પરખવાના અને એ પરખવાનું આવડી જાય, ફાવી જાય તો એ સત્ વાચન, શ્રવણ અને દર્શન, સત્ આચારને જન્માવ્યા વિના ન રહે. આવા સદાચારી એટલે નિર્વ્યસની. આવા સદાચારી એટલે વિનયી. આવા સદાચારી એટલે સજ્જન. આવા સદાચારનો પ્રકાશ જેના જીવનમાં પથરાય તે સદાચારી. 아침 Jain Education International આવ D ‘સદાચારી તે સદા સુખી' – એ ન્યાયે એ હંમેશાં સુખી રહે છે. આ સુખની ચાવી છે. કનુ દેસાઈ For Private & Personal Use Only 1853 70.47 કર A Rib ચિંતન : ૫ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy