________________
fe
Jain Education International
આપણું મગજ તિજોરી છે, વખાર નથી
24th Adh
2
રોજ-રોજ ચારે બાજુથી જાત જાતની માહિતીનો ઢગલો ઠલવાતો રહે છે. એમાંથી જ્ઞાન કેટલું અને માહિતી કેટલી એ, ઘઉં-કાંકરામાંથી ઘઉં અલગ તારવવા જેવું છે. અઘરું છે.
ટી.વી., રેડિયો, છાપાં જેવાં દૃશ્ય, શ્રાવ્ય અને વાચ્ય માધ્યમો સતત કાંઈ ને કાંઈ રજૂ કરતાં રહેતાં હોય છે. તેમાંથી ઉત્તમને જ અપનાવવું. નકામું કાંઈ ન સંઘરવું. નકામું હોય તેની ઉપેક્ષા કરવી. જે ઉત્તમ હોય તેને મગજની તિજોરીમાં મૂકવું; કારણકે આપણાં મન-મગજ તે તિજોરી છે, વખાર નથી. તિજોરીમાં શું મુકાય અને વખારમાં શું મુકાય તે તો આપણે સારી રીતે જાણીએ છીએ.
રત્નનું સ્થાન તિજોરીમાં અને રાખનું સ્થાન વખારમાં.
રત્નો ઓછાં મળે, શોધવાં પડે. ક્યાંક જ મળે, ક્યારેક જ મળે; છતાં તેના જ પ્રેમી બનીએ.
કોઈ ને કોઈ રત્ન આપણી રાહ જુએ છે - તેના ત૨ફ એવો અભિગમ કેળવીએ અને તેના અજવાળે જીવનને ગુણ-સમૃદ્ધ બનાવીએ.
For Private & Personal Use Only
15145
www.jainelibrary.org