SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ બે “-નારા માં કયો ચડે? લેનારા ઘણા છે તો દેનારાનો યે તોટો નથી; પણ ક્યારેક દેનારા કરતાં યે લેનારાની ઊંચાઈ જોવા મળે છે. - ત્યારે ભલે હાથ તેનો નીચો રહેતો હશે, પણ દિલ ઊંચું છે એમ કહેવું પડે. એક એવી ઘટના હમણાં જાણવા મળી. જ્યારથી એ ઘટના જાણી ત્યારથી અભાવ દારિદ્રય અને સ્વભાવ દારિદ્રયની ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ, દેનારામાં અભાવ-દારિત્ર્ય અને સ્વભાવ દારિત્ર્ય નથી હોતું તે તો અનેકવાર જોવા મળે છે પણ, લેનારમાં પણ સ્વભાવ-દારિત્ર્ય ન હોય એ તો ઘણું પ્રશંસનીય ગણાય. પ્રસંગ આ રીતનો છે. સાંજનો સમય છે. ડૉ. સ્મોલેટ લટાર નીકળ્યા છે. કુદરતના વૈભવનો કારોબાર પૂરબહારમાં છે પણ આજે ડૉક્ટર ઉતાવળમાં છે. એક “એપોઈન્ટમેન્ટ આપી છે તેનો સમય થઈ ગયો છે. ચાલ ઉતાવળી છે. એવામાં પાછળથી એક યાચકનો અવાજ કાને પડ્યો. સ્વરમાં યાચના હતી. ઊભા રહી પાછળ વળી જોયું. લંગડાતા પગે અને લથડાતી ચાલે એ ડૉક્ટર તરફ આવી રહ્યો હતો. એની ધીમી ગતિ જોઈને ડૉક્ટરને જ થયું કે આ બિચારો ક્યારે નજીક આવશે ! તેથી ઉતાવળ હોવા છતાં તેઓ જ સામે ગયા. એનું દયામણું મોં જોયું. લંબાયેલો કૃશ હાથ જોયો. ગજવામાં હાથ નાખ્યો અને જે સિક્કો હાથમાં આવ્યો તે યાચકના હાથમાં મૂકીને એવી જ તેજ ગતિથી આગળ ચાલવા લાગ્યા. વળી યાચકનો અવાજ સંભળાયો. પગ થંભ્યા. યાચક હવે ઉતાવળો થઈ નજીક આવી રહ્યો હતો. એના લંબાયેલા હાથમાં પેલો ચળકતો સિક્કો હતો. સાહેબ ! આ લ્યો. આપે ઘણી મોટી રકમનો સિક્કો આપી દીધો છે; આવો સિક્કો ન હોય. સામાન્ય સિક્કો આપો. ડૉફટરે ગજવામાંથી એવો જ બીજો સોનાનો સિક્કો કાઢી ફરી યાચકને આપ્યો. કહ્યું: પહેલો સિક્કો તારી યાચનાનો અને આ બીજો સિક્કો તારી પ્રામાણિકતાનો ! આટલું કહી, યાચક પાસેથી વળતા કોઈ પણ ઉત્તરની અપેક્ષા વિના ડૉકટરે આગળ ચાલવા માંડ્યું. યાચક બે હાથમાં બે સિક્કા લઈ ડૉક્ટરના રૂપમાં આવેલા કોઈ ફિરસ્તાને જોઈ રહ્યો ! હાથમાં આવેલા સિક્કાને --આ વધારે પડતું છે માટે લઈ લ્યો. એવું દાતાને સામેથી કહેનાર યાચક પણ મહાન છે. દેનારા અને લેનારા એ બન્ને શબ્દોમાં “નારા” શબ્દ તો આવે છે. તો આ બન્નેમાં કોણ ચડે? -- વિચારતાં થઈ જઈએ, એવું છે. કથા-પરિમલ : ૨૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy