SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સવજી છાયા મને સન્મિત્રનો સમાગમ હો ! નાનાભાઈ ભટ્ટ સાવ સાદા સૂતરના દોરામાં ખાસ કશું નથી. એમ ને એમ ગળામાં કે માથા પર મૂક્યો હોય તો તે, પોતે નહીં તો બીજા, એ દેખતાં વેંત, હાથથી લઈને દૂર કરી દે. એ જ દોરો જ્યારે સુગંધથી ઉભરાતાં સુંદર પુષ્પોની સોબતમાં હોય ત્યારે હજારો માણસોની હાજરીમાં લોકો હોંશે હોંશે તેને ગળામાં ફૂલહાર તરીકે પહેરાવે છે, કે માથામાં વેણીગજરા તરીકે ગૂંથે છે. આ પ્રભાવ ફૂલો સાથેની દોસ્તીનો છે. આ જ દોરો જ્યારે ટીમરું (તમાકુ)ના પાન ની સોબત કરે ત્યારે, પહેલાં તે બળે છે અને તે પછી પાન સાથે ટૂંકી, તેને ફેંકી દેવામાં આવે છે. સોબત તેવી અસર એ કહેતી અહીં સિદ્ધ થાય છે. કોઈ શેતાન જેવા લાગતા માણસની હેવાનિયત માટે જવાબદાર કોણ હોય છે ? અલબત્ત, કોઈ કુમિત્રની સોબત જ જીવનને અવનતિની ગર્તા તરફ ધકેલવામાં નિમિત્ત બની હોય છે. Jain Education International કોઈ સંતના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેમની પાવન જીવનગંગાના મૂળને શોધતાં માલુમ પડશે કે ઉત્તમની સોબતના પ્રભાવથી પોતે ઉચ્ચ જીવનના શિખર સર કરી શક્યા છે. આમ, જીવનની ઉન્નતિ કે અવનતિના મૂળ, કુસંગ કે સત્સંગમાં રહેલા છે. સન્મિત્રો તો જીવનની મોંઘેરી મૂડી છે. આજના વિષમ અને વિષમય કાળમાં સૌથી વધુ કાળજી મિત્ર બનાવવામાં રાખવા જેવી છે. મિત્ર તમારા જીવનનો નકશો બદલી શકે છે. અરે ! મિત્ર તો તમારા સફળ જીવનનો નકશો દોરી પણ શકે છે. કુમિત્રો તો ડગલે ને પગલે મળશે ! સન્મિત્ર ઓછા જ હોવાના. એને તો શોધવા પડે છે. એકાદ સન્મિત્રમળી જાય તો દુ:ખી જીવન પણ સુખમય બની શકે છે. જ્યારે કોઈ કુમિત્ર ભટકાઈ જાય તો જીવનનો ખીલેલો બાગ પણ ઉકરડામાં ફેરવાઈ જાય છે. એટલે, સન્મિત્ર કરવામાં જેમ કાળજી લેવાની છે તેમ કુમિત્રથી અળગા રહેવામાં એથીયે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટના જીવનનો એક મહત્ત્વનો પ્રસંગ આ બાબતમાં મનનીય છે. તેર-ચૌદ વર્ષની વયે તેમના લગ્ન થયેલા. લગ્ન પછી પત્ની શિવકોર સાથેની પ્રથમ મુલાકાતમાં થયેલી વાતચીત એમની આત્મકથા ‘ઘડતર અને ચણતર'માં આમ લખાઈ છે ઃ જીવનમાં હું પહેલોવહેલો જ એને મળ્યો. મારાથી પૂછાઈ ગયું : ‘આ વખતે તો તું રોકાઈશ ના ?' શિવની આંખોમાં આંસુ આવ્યા : ‘હું શું રોકાઉં ? તમે રોજ ઊઠીને તમારા ભાઈબંધોને લાવ્યા કરો છો ને હું બળી જાઉં છું...’ આ શબ્દોથી મને ભારે આઘાત થયો : ‘ભાઈબંધો તો આવે જ ના ! તું એમને ક્યાં ઓળખે છે ?’ એ બધાયને હું પગમાંથી ઓળખું છું. એ બધાય સારા નથી. એ હશે ત્યાં સુધી હું આવવાની નથી.’ શિવકોર આમ એક જ દિવસમાં એ કહેવાતા મિત્રોના દેદાર જોઈ, ચાળા જોઈ તુર્ત કળી ગયા હતા; માણસોનો પગ આપણાં ઘેર ન જોઈએ.' ‘આ ન ધનતેરશનો દિવસ હતો. વળી નાનાભાઈનો જન્મદિવસ ! એક પછી એક મિત્રો સવારથી આવવા For Private & Personal Use Only કથા-પરિમલ : ૨૭૩ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy