________________
નૂતન વર્ષના પ્રભાતે સંકલ્પ કરીએ
આપણે ત્યાં એક સરસ પ્રણાલિ છે. આવકારદાયક પ્રણાલિ છે: નૂતનવર્ષની આરંભની ક્ષણોમાં કાંઈ ને કાંઈ શુભ સંકલ્પ કરવો અને પછી તેને અનુસરવા યથાશક્તિ અને યથામતિ પ્રયાસ પણ કરવા.
દુષણને દૂર કરવાનો અને ભૂષણને ભેટવાનો સંકલ્પ કરવા જેવો છે. કાઢવા જેવો દુર્ગુણ છે નિંદા અને લાવવા જેવો ગુણ છે ગુણાનુરાગ. દુર્ગુણને અંકુશમાં લાવવો છે અને સગુણ વિકસાવવા જેવા છે. સૌથી વધુ નુકશાન કરનાર દુર્ગુણને પહેલા વશમાં લઈએ. આ દુર્ગુણનું નામ છે નિંદા. નિંદાની પ્રવૃત્તિથી આપણને પારાવાર નુકશાન થાય છે. નિંદાથી આપણી અંદર કશું ઉત્તમ પાંગરતું નથી. નિંદાને જે કાંઈ ખાતર-પાણી-વાડ-તડકોમાવજત આરોપિત કરીએ છીએ તે મૂળ સ્વરૂપના ગુણોના સંવર્ધનમાં ઉપયોગી બનતું નથી. વળી ગુણનો કુમળો છોડ તો યોગ્ય પોષણ ન મળવાને કારણે કરમાઈ જાય છે. ગુણોને પોષણ મળે તે માટે નિંદા દુર્ગુણનું નિંદામણ કરવું જોઈએ.
નિંદા દુર્ગુણને કાબુમાં લેવો જરૂરી છે. તેમ કરવા માટે, મનને જે ખોટી ટેવ પડી છે તે સદાને માટે, પ્રયત્નપૂર્વક ટાળવી પડશે. સંતોએ પણ આ નિંદાની ઘણી નિંદા કરી છે ! ઉપદેશમાળા નામના, આગમતુલ્ય ગ્રંથમાં નિંદાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે : “નિંદા કરનાર માણસ જે જે દોષોની પોતાના વચનો દ્વારા બીજાની નિંદા કરે છે તે તે દોષોને પોતે જ પામે છે' - નિંદા કરનાર પ્રથમ તો, આંખ-કાન દ્વારા અન્યના દોષોને પોતાના મનમાં ઉતારે છે. પછી પોતાની જીભને દૂષિત કરીને તે બીજાઓને સંભળાવે છે. એમ કરીને તે તો એ દોષોને પોતાના જીવનમાં જ ઉતારે છે. જ્યારે
જ્યારે સામી વ્યક્તિ પ્રત્યેના દ્વેષને કારણે તેની નબળી બાજુઓને એન્લાર્જ કરી વારંવાર ગાવામાં આવે છે ત્યારે તે દોષ કહેનાર માણસના જીવનમાં ઘર બાંધી લે છે. પછી એ ત્યાં જ રહીને ફૂલે ફાલે છે અને ચારે તરફ ફેલાય છે. પછી ત્યાં બીજા કોઈ સારા ગુણને દાખલ થવાની જગ્યા રહેતી નથી. કહેવત છે કે જે ખેતરમાં એકવાર થોર ઊગી નીકળ્યા ત્યાં આંબા ઊગવાની શક્યતા સમાપ્ત થઈ જાય છે. આપણો સ્વભાવ નિંદક બને એટલે તે ગામ આખાના દુર્ગુણોની ડાયરી – વખાર બની જાય ! સરવાળે એવું બને કે દોષ બીજાનાં, પાપ બીજાનાં, પણ એનો ભાર આપણી પાસે ! આપણા માથે ! જુઓ ! સંત કબીર આવા માણસ માટે શું કહે છે : નિંદ્ર એ દુ મત મતો, પાપ મિતો નાર | ડું નિવ વ સીસ પર, pોટિ પાપ છે માર || -બીજા બધા ગમે તેવા, દુર્ગુણના ભંડાર જેવા માણસો મળજો પણ એક નિંદક ન મળજો.
જો દોષ જ નિંદા પાત્ર લાગતા હોય તો, એ તો આપણામાં ભરપૂર ભર્યા પડ્યા છે ! એને યાદ કેમ ન કરવા? એની નિંદા કેમ ન કરવી? કોષ પુરાયા ફેરવી શ્રેરી, વત્સતે હસંત સંતા માને ચાર ન આવવું, ના ન ઃિ ન ચંતા કોઈની પણ નિંદા શા માટે કરવી ? ભાઈ ! ચપટી ધૂળનો ય ખપ પડશે. આ માટે નબળી કે ઉતરતી વ્યક્તિની નિંદા કરવી? એના પર દુર્ભાવપૂર્ણ વર્તન શા માટે કરવું? શી ખબર ક્યારે કોનું કામ પડે ! સબંધો તો સાચવ્યા સારા. ભલે મામૂલી દેખાતું તણખલું કેમ ન હોય ! એ તણખલું આંખમાં પડે તો શું હાલ થાય? તનવા कबहुं न निंदीए, जो पावनतर होय । कबहु उडी आंखन परे, पीड घनेरी होय ।।
આ બધું જાણવા સમજવા છતાં આ દૂષણથી મુક્ત માણસ મળવો મુશ્કેલ છે, એવું કબીર પણ કહે છે : सातों सायर मैं फिरा, जन्बूदीप दे पीठ। निंदा पराई ना करे, सो कोई विरला दीठ।।
આવી, વિરલ ગણાય એવી વ્યક્તિની યાદીમાં આપણું નામ દાખલ કરવાનો સંકલ્પ કરીએ.
૨૩૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org