SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ છો ! એમ બને ?’ એવા ઉદ્ગારો મુખમાંથી નીકળી જાય. વાત એવી બની હતી કે, દોઢસો-બસો જૈન કુટુંબનું સામાન્ય સુખી ગામ. ગામમાં પર્યુષણા પર્વ પછી નવકારશી હતી. ત્રણેક જાતની મીઠાઈઓ સાથેનો જમણવાર હતો. મહાજનની વાડીમાં આ જમણવાર ચાલુ હતો. અડધો-પોણો ભાગ જમીને વિદાય થયો હતો. મહાજનના મુખ્ય માણસો વાડીના ઓટલા પાસે એમજ બેઠા હતા. ત્યાં પ્રૌઢ વયના એક બહેન જમીને બહાર નીકળતા નજરે ચડ્યાં. માથે સરખું ઓઢેલું અને સાડલાના પાલવમાં મીઠાઈના આઠ-દશ બટકાં લઈને દબાતે પગલે બહાર નીકળી ગયા. એની ચાલ પરથી અને અણસાર ઉપરથી વહીવટદારોને અંદાજ આવી ગયેલો કે આ બહેન પેલી શેરીમાં ફલાણા કુટુંબના હોવા જોઈએ. સંભવ છે કે તેમના કુટુંબમાંથી કોઈક જમવા આવી શકે નહીં તેમ હોય તેથી એ સભ્યો માટે સંઘની શેષરૂપે આ લઈ જતાં હોય, અથવા તેમની પરિસ્થિતિ બદલાઈ હોય અને તેમાંથી એક-બે દિવસ ચાલે એવી ગણતરી હોય. આવું વિચારી, બોલીને એ વહીવટદારભાઈ એ વાડીના મકાનની પાછલા ભાગની દિવાલ પાસે ગયા. રસોઈયાને બોલાવી પૂછ્યું ઃ ભટ્ટજી, આપણી પાસે લોખંડની મોટી કોસ છે ? ભટ્ટજીએ હા કહી. તો કહે : લાવો ને ! અને એ કોસ વડે પાછળની દિવાલમાં એક મોટું બાકોરું પડાવી દીધું, જેથી કોઈ ખાનદાન ઘરની વ્યક્તિને આવા કપરા સંજોગોમાં આવું કરતાં સંકોચાવું ન પડે ! આપણે તો આ જાણી આભા બની જઈએ. શું આવું Jain Education International વિચારી શકાય ? આવું કરી શકાય ? આ વાજબી છે ? પરંતુ આ બધી ચર્ચા નિરર્થક છે. દિલની ઉદારતા અને વિશાળતાનો જ સવાલ છે. વહીવટદારના આ વર્તનને પુષ્ટિ આપતી એક નાની વાત જાણી ત્યારે એ વાતમાં તથ્ય હોઈ શકે એમ વિશ્વાસ બેઠો. સંત કબીરજી કહી ગયા, એ વાત બહુ અલગારી છે; દોરા ધાગા કરવા કરતાં, ચાદર વણવી સારી છે. એક નાના ગામમાં ગ્રામજનોના લાભાર્થે છાસ-કેન્દ્ર ખોલવાની વાત ચાલી. એક આગેવાન જૈન કાર્યકરભાઈએ સૂચન કર્યું કે, છાસ-કેન્દ્રનું મકાન એવી જગ્યાએ રાખવાનું કે સારા ઘરની કોઈ વહુ-દીકરીને છાસ લેવા જતાં સંકોચ ન થાય. મને આ ભાઈની ઉદારતાભરી સૂઝ સ્પર્શી ગઈ. એ જ વખતે એમ વિચાર આવ્યો કે આપણે ત્યાંના આજના વહીવટદારને આવો વિચાર આવે છે તો આજથી સાઠ-સિત્તેર વર્ષ પહેલાના મહાજનને જમણવારની વાડીની પાછળની વંડીમાં મોટું બાકોરું પાડવાનો વિચાર જરૂર આવ્યો હશે. -&-0630f←← દુનિયામાં બધે માત્ર દુરિતનું જ સામ્રાજ્ય છે એવું નથી. હજુ પણ સાચા ઘીના દીવા ક્યાંક ટમટમે છે અને એનું પાવક અજવાળું પાથરતાં રહે છે. આપણે આ બધામાંથી તો એ તારવવું છે કે એક નબળી ગણાતી ઘટનાને માત્ર ઉચ્ચ દૃષ્ટિથી અવલોકવાથી તેને કેવી ઉચ્ચતર સ્થિતિમાં પલટાવી શકાય છે ! એટલે, આપણે આવા કોઈના કાજી બનતી વખતે તેની પાછળ છુપાયેલા કોઈ ને કોઈ સદ્ અંશને શોધવાનો, એમાં કાંઈક સારું પણ હોઈ શકે તેવું કલ્પના કરવાનું શરૂ કરવું જોઈએ. સૌ પહેલા તો આપણે જ સારા બનીએ. તેમાં જ વિશિષ્ટ જીવનકળા છે. એ કળા સાધ્ય કર્યા પછી જ સર્વત્ર શુભ-દર્શનનો લહાવો લઈ શકીશું. કદી ફીટે નહીં એવી ભાતનું વણાટ ! કવિ અનિલ જોષીએ સાદી જણાતી આ ચાર લીટીમાં જીવનની ફિલસૂફી વણી લીધી છે! એને વિવરણની જરૂર પણ નથી, સ્વયં પંક્તિ જ આપણને કહી દે છે. જેવા આપણા મનના ભાવ તેવો તેનો અર્થ ! For Private & Personal Use Only મનનઃ ૨૩૩ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy