________________
રાજા નમિને દાહજ્વર થયો હતો. ક્ષણ વાર માટે પણ શાતા-શાંતિ નથી. બાવન ચંદનનો ઘસારો સતત તૈયાર થઇ રહ્યો છે. નોકર-ચાકર નહીં, રાણીઓ જાતે ચંદન ઘસે છે. તૈયાર ચંદનનો લેપ થતો રહે છે. ઘસારો તૈયાર કરતી રાણીઓના કંકણનો રણકાર પણ સંભળાતો હોય છે. અન્યથા મધુર લાગતો આ રણકાર દાહથી પીડાતા નિમ રાજાને ગમતો નથી; કર્કશ લાગે છે અને બેચેનીમાં વધારો કરતો રહે છે.
રાજાએ એ અવાજ બંધ કરવા સૂચના આપી. સૌભાગ્ય કંકણ સિવાયનાં કંકણ દૂર કર્યા. શાંતિ પથરાઇ. શાંતિ થતાં નિમ રાજાને અંદરનો અવાજ સંભળાયો. એક હોય ત્યાં કોલાહલ નથી. એકથી વધે છે ત્યારે જ સંઘર્ષ થાય છે; કલેશ થાય છે. આટલો વિચાર ઊગ્યો ત્યાં મનમાં ઝબકાર થયો, અજવાળું અજવાળું થઇ ગયું. વેદના વિસરાઇ ગઇ. દેહ શાંત થયો. આ એક શુભ વિચારથી જુદી દિશા ઉઘડી. જે દિશાની બારી ઊઘડી ત્યાંથી તો સુખનો દરિયો લહેરાતો દીઠો.
જાગી ગયો આત્મા. અલખની ધૂન લાગી. એકલા જ નીકળી ગયા અગમ્યની વાટે. જોતજોતામાં
તો આંતર સામ્રાજ્ય સર કરી લીધું. બાહ્ય દુનિયા તો સાવ નિઃસાર અને નિર્ગુણ જણાઇ.
તૃષ્ણાનું પૂર્ણ વિરામ મુકાયું. અકારણ તૃપ્તિથી મન ભરપૂર બન્યું. મોહનો પડદો ખસી ગયો. લોભ; જેને દરિયો પણ નાનો લાગતો હતો તે લોભ સાવ સુકાયેલા ખાબોચિયા જેવો બની ગયો. તૃષ્ણા-મોહ અને લોભ ગયાં એટલે દુઃખ તો રહે જ શાનું? અંતરમાં અખૂટ તૃપ્તિનો વિજયધ્વજ ફરકવા લાગ્યો એટલે દુઃખ, પીડા ને અપ્રસન્નતા તો ફરકી જ ન શક્યાં. આમ એક જ શુભ વિચારથી નમિ રાજાએ આ મહાદોષોને જીત્યા.
આપણે પણ તૃષ્ણાના દોડાવ્યા બહુ દોડ્યા. ન કરવાનાં બધાં કામ કર્યાં. હવે તેથી થાક્યા છીએ. તેની પૂરી ઓળખાણ થઇ ગઇ છે. પાણી વલોવવા જેવું તેણે કરાવ્યું છે. તેથી તેનાથી વિમુખ બનીને સહજ આંતર તૃપ્તિની ખોજ શરૂ કરીએ. સમાધાન ત્યાં જ મળશે, જ્યાં સ્થિર, નક્કર અને સંતૃપ્ત કરનાર ભૂમિકા હશે. આ કામ આપણે કરી શકીશું અને તેથી એક અણદીઠ પ્રસન્નતાને જરૂર પામીશું.
કાવ્યશાસ્ત્રવિનોદેન...
સંસ્કૃત કાવ્યમાં એક પ્રકાર છે --પાદપૂર્તિનો. તેમાં છેલ્લું એક ચરણ સ્થાયી (બદલાયા વિનાનું) રહે.
ઉપરની ત્રણ લીટી નવી નવી બનાવવાની. આવું ગુજરાતીમાં પણ ઘણાએ કર્યું છે. લોકભારતી - સણોસરાના નટુભાઈ બૂચ હાસ્ય-લેખક હતા. કટાક્ષ-કાવ્યો પણ તેમણે ઘણા રચ્યા છે. તેમણે કરેલી પાદપૂર્તિની વ્યંગભરી રચનાઓમાંની એક મજાની રચના માણીએ :
Jain Education International
હજામ કાપે કદી ના સ્વ-બાલને, મે’તો ભણાવે ન કદી સ્વ-બાલને; ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય, પરોપકારાય સતાં વિભૂતયઃ॥
આમાં સ્વ-બાલનો શ્લેષ કર્યો છે અને સંસ્કૃત શ્લોકના ચોથા ચરણને કટાક્ષ કરીને હાસ્યનું રૂપ પણ આપ્યું છે. આમાં અનુભવનું તારણ તો છે જ.
For Private & Personal Use Only
મનનઃ ૨૨૭
www.jainelibrary.org