SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધર્મ આવી દ્રઢ માન્યતા અને તેથી જુદી માન્યતા, એટલે કે રાગી દ્રષી અને અજ્ઞાની તત્વને ઉપાસ્ય દેવ તરીકે માને. ઘરબારી હોય તેને પણ ગુરુ માને. આધ્યાત્મિક કવિ અખાએ ગાયું છે. ગુરુ ગુરુ નામ ધરાવે સહુ, ગુરુને ઘેર બેટા ને વહુ ; ગુરુને ઘેર ઢાંઢા ને ઢોર, અખો કહે આપે વળાવીયા ને આપે ચોર. આમ, આવા કુગુરુ નકરે. એ જ પ્રમાણે હિંસા વગેરેમાં ધર્મ ન માને. આવો શુભ વિચાર-શુભ અધ્યવસાય તેને કારણ સમ્યગદર્શન કહેવાય. આવા સમકિતી તો આપણને ઘણા જોવા મળે. આ થઈ કારણ-સમ્યગુદર્શનની વાત. હવે આપણે જોઇએ કાર્ય-સમ્યગદર્શન. કાર્ય-સમ્યગ્રદર્શન કેવું હશે? એમ મનમાં જિજ્ઞાસા થાય. કાર્ય-સમ્યગુદર્શનની સામે કાર્ય-મિથ્યાદર્શન કે મિથ્યાત્વ પણ હશે જ. હા છે જ. કાર્ય-સમ્યગદર્શન એટલે આત્મરતિની અવસ્થા. નિરંતર જ્ઞાન દશાની પ્રાપ્તિ. કાર્ય-મિથ્યાદર્શન એટલે અનાત્મરતિ. અનિત્ય પદાર્થ સાથે તે નિત્ય છે તેમ માનીને થતો વ્યવહાર તે મિથ્યાત્વ. આ આત્મરતિ સ્વરૂપ કાર્ય-સમ્યગુદર્શનની પ્રાપ્તિ પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજને શ્રીપાળના રાસની રચના કરતાં કરતાં થઇ હતી. તેનું સ્પષ્ટ પ્રતિપાદન તેઓએ શ્રીપાળ રાસના ચોથા ખંડની છેલ્લી ઢાળમાં કરેલું છેઃ મારે તો ગુરુ ચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ વૃદ્ધિ પ્રકટી ઘટમાંહી આતમ રતિ હુઈ બેઠો; મુજ સાહિબ જગનો તૂઠો.” આ આત્મરતિની અવસ્થા એટલે તેની પ્રતિપક્ષ વિચારણા જે અનાત્મરતિનો સર્વથા અભાવ. આત્મામાં જ રતિ સંપૂર્ણ પૌદ્ગલિક/ભૌતિકપ્રત્યે માત્ર સાક્ષીભાવની અવસ્થા. ન કર્તુત્વભાવના. ન ભોકતૃત્વભાવના. જ્યારે આપણી સહજ મનોવૃત્તિમાં જીવો પ્રત્યે સંવેદનશીલતા અને પદાર્થ અને પરિસ્થિતિ પ્રત્યે માત્ર સાક્ષીભાવની નિર્લેપતા પ્રગટ કરે છે ત્યારે તો આનંદ ને આનંદનું જ સામ્રાજ્ય પ્રવર્તે છે. ધન વૈભવ નકલી અને પોકળ લાગે છે. સંબંધો કામ ચલાઉ અને ઉપરછલ્લા લાગે છે. મનમાં કોઈ અગમ્ય અપાર્થિવલોકની શાંત આનંદની લહેરખીની આવન-જાવન રહ્યા કરે છે. તેના મનનો ઓરડો કદી ન આથમે એવા અજવાળાથી હર્યો ભર્યો બની રહે છે. અને વિપત્તિમાં તો તે પ્રભુની વધુને વધુ નજીક હોય છે. અને સંપત્તિમાં તે સુકૃતોના માધ્યમથી જીવોની વધુને વધુ નજીક હોય. પોતાના સુખને વહેંચતા ફરતા હોય છે અને બીજાના દુઃખને પોતાના કરતા હોય છે. તેઓ એક એવી અવસ્થાને સ્પર્શતા હોય છે કે જ્યારે સુખ અને દુઃખ પરસ્પર પ્રતિપક્ષી ભાવો નહીં પર્યાય ભાવો બની રહે છે. આવી ઉત્તમ મનઃસ્થિતિને શિખર કહીએ તો ગુણાનુરાગ તેની તળેટીનું પહેલું પગથીયું છે. આત્મરતિ એટલે અંતતોગત્વા - ગુણ, સગુણમાં જ મનની રમમાણ દશા છે. આ ગુણો પ્રત્યેના પક્ષપાતથી- ગુણો પ્રત્યેના અનુરાગથી જ ગુણોનું પ્રકટીકરણ થઇ શકે છે. ગુણાનુરાગ ગુણને ખેંચે અને એક ગુણ બીજા ગુણને ખેંચે એમ ગુણ આવતા જાય; દુર્ગુણ-દોષ ને દૂષણો ટળતા જાય, નીકળતાં જાય. આપણાં જીવનનું મુખ્ય કાર્ય પણ આ જ હોવું ઘટે. ગુણાનુરાગથી પ્રારંભમાં દુર્ગુણો ઉપર કાબૂ આવે છે, સંયમ આવે છે. પછી દુર્ગુણનું કશું ઉપજતું નથી અને ગુણોનો એક વખત અનુભવ થાય છે. ઔદાર્ય, સરળતા, ક્ષમા, પરોપકાર વગેરે ગુણોથી જે અંતરંગ તૃપ્તિ અનુભવાય છે તેથી એવો અનુભવ વારંવાર કરવાનું મન રહે છે. ગુણાનુરાગથી દુર્ગુણો કાબૂમાં આવે છે એ તેનું પ્રથમ ફળ છે તો યાવત્ સર્વ અવગુણ દોષ-દૂષણ કે દુર્ગુણનો ક્રમિક હાસ, પછી સર્વથા તે દૂર થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ શકે છે. એ જ પ્રક્રિયા સમ્યગદર્શનના પ્રકટીકરણમાં છે. અંતરંગ સ્વાધીન જે ક્ષમા, નમ્રતા, સરળતા ને સંતોષ જેવા- આત્મિક આનંદ આપનારા ગુણોને ઢાંકનારા, સંધનારા; ક્રોધવૃત્તિ, માનવૃત્તિ, માયાવૃત્તિના પૌદ્ગલિક આવરણો ખસે-ઝાંખા બને તો અંદરના ગુણો પ્રકટ થાય. એ ગુણોને બહાર લાવવા માટે બહારના ભાગમાં- જે જે વ્યક્તિએ તે તે ગુણોને પોતાના જીવનમાં વ્યવહાર સુધી પ્રકટાવ્યા છે તે તે વ્યક્તિના તે ગુણોને જોઇને હૃદયથી પ્રમુદિત થવું તે પણ ગુણો મેળવવાનો ઉપાય છે. અને ઉપાય મનન : ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy