________________
દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી પ્રારંભાઇને યાવત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે. આપણે આ વાત એક પ્રાચીન ઉદાહરણથી જોઇએ.
બિહાર પ્રદેશમાં ચંપા નામે નગરી હતી. તેની પાછળના ભાગમાં વસેલી નગરીનું નામ પૃષ્ઠચંપા હતું.ત્યાં મહાશાલ નામના રાજા હતા. તેમના નાના ભાઈ હતા શાલ. આ બન્ને ભાઇઓનો પરસ્પર પ્રેમ એવો હતો કે શરીર બે પણ મન એક. આ બે ભાઇઓને યશોમતી નામની એક બહેન હતી. યશોમતીને કાંપિલ્યપુરના પીઠકુમાર સાથે પરણાવી હતી. તેમને ગાંગિલ નામનો એક પુત્ર હતો.
એકવાર પૃષ્ઠચંપા નગરીમાં શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. મહાશાલ અને શાલ બન્ને વંદના માટે આવ્યા. ગૌતમસ્વામીજીની દેશના સાંભળી મહાશાલનું ચિત્ત વૈરાગ્યવાસિત બન્યું. દીક્ષા લેવા મન ઉત્સુક બન્યું. રાજ્યની ધુરા કોને સોંપવી ? નાના ભાઇ શાલને કહ્યુંઃ રાજ્ય તમે સંભાળો. મારું મન સંસારમાંથી નીકળી ગયું છે. દેશના સાંભળીને પાપથી ભીરુ બનેલા શાલે કહ્યું કે મોટાભાઇ ! આપ જે કહો તે મારે માનવું જોઇએ પણ આપની જેમ મારું મન પણ પાપથી ડરે છે; દુર્ગતિમાં લઇ જનારું રાજ્ય મને પણ હવે નથી ગમતું. મહાશાલ રાજાએ કહ્યું કે ઉત્તમ તો શ્રમણ જીવન જ છે. મનુષ્ય જીવનની પૂર્ણ સાર્થકતા
આ સાધુ જીવન દ્વારા જ સાધી શકાય છે. તો હવે રાજ્ય કોને સોંપીશું ? ભાણેજ ગાંગિલને બોલાવ્યો. કહ્યું કે તમે રાજ્ય સંભાળો. ભાણેજ ગાંગિલ કહે: આવું ભર્યુ રાજ્ય આપ શા માટે ત્યજો છો ? બન્ને મામાઓએ કહ્યું: રાજ્યં તુ નાપ્રમ્ રાજ્ય ભોગવે તે નરકે જાય. એટલે અમે હવે સંયમ લેવા તત્પર બન્યા છીએ. ગાંગિલે મામાને કહ્યું આપ આ શું બોલ્યા, આપને નરકપ્રદ રાજ્ય ન જોઇએ તો મને પણ તે ન ખપે. હું પણ આપના પંથનો જ પથિક બનવા ઇચ્છુ છું.
ગાંગિલે આ જ વાત પોતાના પિતા પીઠ રાજાને કરી, માતા યશોમતીને કરી, પીઠ અને યશોમતી પણ આ ત્રણેની વાતથી પહેલાં તો વિચારમાં પડયાં પણ પછી તેમને વિચાર આવ્યો; ગાંગિલને તો હજી સંસારના સુખ ભોગવવાની વય છે છતાં તે અર્થ અને કામમાંથી ઉપર ઊઠીને ધર્મ દ્વારા મોક્ષની સાધના માટે તત્પર બન્યો છે. અમારાથી હવે સંસારના કાદવમાં કેમ બેસી રહેવાય. માતા-પિતાના
૨૨૨ : પાઠશાળા
Jain Education International
મનમાં ગડમથલ ચાલી અને તેમણે પણ એ જ રસ્તે જવાનો નિર્ણય જાહેર કર્યો.
બે વત્તા પાંચના હૃદયની ભાવધારા ઊંચે ને ઊંચે વધતી રહી. વધુને વધુ વિશુદ્ધ બની અને પાંચે ય ભાગ્યવાન આત્માએ શ્રી ગૌતમ મહારાજાના ચરણોમાં જીવન સમર્પણ કર્યું. પ્રભુના માર્ગે સર્વ જીવો પ્રત્યેના સ્નેહ પરિણામપૂર્વક અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરી. દીક્ષા લીધી.
શ્રી ગૌતમસ્વામીજી સાથે બધા પ્રભુ મહાવીર પાસે જવા નીકળ્યા. રસ્તામાં મહાશાલ મુનિ અને શાલ મુનિ વિચારે છે કે આપણે તો શ્રી ગૌતમસ્વામી મહારાજની અમૃતવર્ષિણી, સંસારના સંતાપને શમાવનારી વાણી સાંભળી અને સંસાર તુચ્છ લાગ્યો અને સંસાર ત્યાગ કરવા કદમ ઉપાડયાં પણ આ ગાંગિલ તો કેવો હજી નાની વયનો કુમળો ભાણેજ. તેને મળતું રાજ્ય પણ ન સ્વીકાર્યુ. રાજ્યની ઇચ્છા પણ ન કરી અને વૈરાગ્યના રંગથી રંગાયો. વળી તેને પગલે આ પીઠ અને યશોમતી પણ ચાલી નીકળ્યાં. ધન્ય છે આ ત્રણેયને. તેઓનો આત્મા કેવો સરળ, પવિત્ર અને હળુકર્મી હશે ! તેમનામાં કેવો જન્મજાત વૈરાગ્ય હશે કે સાવ નાનાકડું નિમિત્ત મળતાં જ તેઓ જાગી ગયા. આવા જીવોનું તો જલદી જ કલ્યાણ થવાનું. આમ શાલ મહાશાલ બન્ને મુનિવરો આ ત્રણના ગુણોને વારંવા૨ સંભારીને અનુમોદે છે. તેમના ગુણસ્મરણથી પ્રમુદીત થાય છે.
એ જ પ્રમાણે પીઠ-યશોમતી અને ગાંગિલ પણ આ બન્ને ભાઇઓને જોઇ તેમના ગુણોના વિચાર કરીને ભાવવિભોર બને છે. યશોમતી ગાંગિલને કહે છેઃ આ સંસારમાં લોકો એક રાજ્ય મેળવવા કેવા કાવાદાવા, ખટપટ અને જાતજાતના ષડયંત્ર ગોઠવે છે મેલી રમત રમે છે. અને એ પછી પણ રાજ્ય મળે જ એવું નહીં. ભાગ્યમાં હોય તો મળે. જ્યારે આ લોકો પાસે તો ચતુરંગ સેનાવાળું, શત્રુ વિનાનું, સુખદાયી સુંદર રાજ્ય હતું તે છોડીને બન્ને ભાઇઓ નીકળી ગયા. એમના હૃદયમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કેવો ઉછળતો હશે કે એક જ વાર દેશના સાંભળી અને કોઈ કપડા પર પડેલું તણખલું હાથમાં લઈ ફેંકી દે તેમ સંસાર તજી દીધો. તેમના જીવનમાં ક્ષમા, સરળતા, નમ્રતા, સંતોષ, પરોપકાર, મૈત્રી, પ્રમોદ, કરુણા વગેરે કેવા કેવા ગુણો ખીલવ્યા છે ! ખરે જ, આવા જીવોનો
For Private & Personal Use Only
www.jainelibrary.org