SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં ? ચેતનાના રંગમાં ઝબકોળાઈને આવેલા આ શબ્દોને આજે માણવા છે. ઘટના એક હોય છે, પણ તેને જોવાના દૃષ્ટિકોણ અનેક હોય છે. “અનેક શબ્દ પણ વામણો લાગે એટલું વૈવિધ્ય આ દ્રષ્ટિકોણમાં હોય છે. કોણ' એટલે ખૂણો: અને સામાન્ય રીતે તે ચાર હોય છે. પછી તેમાં ષટ્કોણ, અષ્ટકોણ...એવી રીતે સંખ્યાવદ્ધિ કરતાં, ઉમેરણ કરતાં રહેવાય. બોરના માધ્યમે શબરી અને રામને જોડતી આ ગીત-ગત ઘટનાને જોવાના દ્રષ્ટિકોણનો તો સંખ્યામાં ન બાંધી શકાય તેટલો વિસ્તાર થઈ શકે! ઘટના અતિ જાણીતી છે. આ વિષયને કેન્દ્રમાં રાખી, માત્ર ગુજરાતીમાં જ અનેકાનેક કવિઓએ રચના કરી છે; તેમાં આ એક વધારે...” એવું આ ગીત માટે વાપરી શકાય તેમ નથી. એના કવિ વિસનજીભાઈએ તો આ ઘટનાનો તલસ્પર્શ કરી, ઘટનાના ઉપરના કોચલાને વીંધીને જોઈ છે. માટે જ ગીતનો ઉપાડ નિષેધાત્મક શબ્દથી કરે છે. બોરને પ્રતીક ગણીને, એ મિષે રામને જ જાણવાનો પ્રયત્ન થયો છે. હવે આ દૃષ્ટિથી આ ઘટનાને આપણે જોવાની છે. એમ શરૂઆત કરીશું તો બધું બરાબર સમજાતું જશે. બોરને ચૂંટવાની જે પ્રક્રિયા છે, તેનું નિરીક્ષણ કેવું સુંદર છે! બોરડીમાં કાંટા હોય છે. તે કાંટા આંગળીના ટેરવામાં વાગે; વાગે એટલે લોહીનાં ટશિયા ફટે. શબરી આંગળીના ટેરવે ટેલા ટશિયામાં રામનાં દર્શન કરે છે. રામની પૂજા કરે છે. ચાખવાનું નામ લઈ - રામને ચાખવાની વાતમાં સતત - ક્ષણના પણ વિરામ વિના, તૈલ-ધારાવતુ - રામનું સ્મરણ રૂંવે રૂંવે કેવું રમતું હશે કે હાથમાં બોર છે તેનો અંશ હોઠે છે ત્યારે પણ તેને તો બોરમાં છુપાયેલા રામને જ જોયા. અરે! બોર તો દૂર રહ્યાં. પણ તેને ચૂંટતી વખતે બોરડીના તીણા-તીખા કાંટા વાગે અને આંગળીના ટેરવે લોહીના ટશિયા ફૂટે તે લાલ રંગથી રામની પૂજા થાય. એમાં બોરડી અને બોરમાં રામનું અભેદ-દર્શન કેવું મનોરમ થયું હશે! બોરની છાબ તૈયાર થયા પછી રામની રાહ જોવામાં અને રામ હમણાં આવશે, હમણાં આવશે” એ પ્રતીક્ષામાં રામનું સ્મરણ સતત થતું રહ્યું ત્યારે પેલા બોરને ચૂંટતાં-ચાખતાં જે પ્રીતિ- ભક્તિ શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં ? એણે જીભે તો રાખ્યા'તા રામને એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા'તા રામને શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? બોર બોર ચૂંટતાં કાંટાળી બોરડીના કાંટા એને વાગ્યા હશે લાલ લાલ લોહીના ટશિયા ફુટીને પછી, એક એક બોરને લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા'તા ક્યાં? લાલ ટેરવેથી પૂજ્યા'તા રામને શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને કેટલીય વાર એણે તાકી હશે રામ રામ રાત 'દી કરતાં રટણ ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે! હોઠેથી રામ એણે સમર્યા'તા ક્યાં? ઠેઠ તળીએથી ઝંખ્યા'તા રામને. શબરીએ બોર ચાખ્યા'તા ક્યાં? વિસનજી નાગડા અનુભવ્યાં હતાં, તેમાં રટણ દ્વારા ત્રીજું વચન ઉમેરાયું. અને છેલ્લે અનુષ્ઠાનનો ચોથો પ્રકાર છે તે અસંગ અનુષ્ઠાનનો, તે પણ કુદરતી રીતે જ; “ઠેઠ તળિએથી જ્યારે રામની ઝંખના થાય છે ત્યારે એ અસંગ સ્થિતિ છે. માત્ર અને માત્ર રામની જ ઝંખના થાય છે. ધરતીના પડને વીંધીને અંકુર બહાર આવે તે મ કવિના અંતસ્તલમાંથી સહજ ફૂટી આવેલું આ ગીત છે. (જ્યારે આ ગીત ભાઈ નિકેશ સંઘવીના કંઠે વહેતું હોય છે ત્યારે કવિના આ શબ્દો, સૂરની સોબતે જીવંત થતા અનુભવાય છે. એ રીતે આ ગીત માણવું એ યાદગાર ઘટના બની જાય સવજી છાયા ૨૦૪: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy