SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગોત! માણસ, ક્યાં જવું છે તે બંદર તો નક્કી કર. મુકામ નક્કી હશે તો થોડી મહેનતે ત્યાં પહોંચાશે. કવિની દ્રષ્ટિમર્મને તાકવા તરફ દોરે છે. પુસ્તક માટે, તળપદો શબ્દ થોથાં -વાપરીને અંતે તેની નિરર્થકતા સમજાવવા માંગે છે. સત્ય-શિવ અને સુંદરતાની ઉપાસના જ જીવનની જડીબુટ્ટી છે. આ કાવ્યનો ખુમાર માણવા જેવો છે. કેવા અધિકારથી કવિ આપણને આપણી અંદર ડોકિયું કરીને શોધવા કહે છે ! કારણ? હીરા-માણેક-રત્ન-ખજાના,બધું છે જા, અંદર ગોત ! સૂરજ-ચંદર-ધ્રુવ ને તારા,બધું છે જા, અંદર ગોત ! આપત્તિના પહાડી કિલ્લા, કંઈકને આડા આવ્યા છે, અટકીશ મા, ધર બુધ્ધિ,સધ્ધર શક્તિ-સ્રોત પુરંદર ગોત ! ડૂબવાનું છો તો નિર્માયું,તોય અલ્યા ! તું માટી થા ! છોડ ઢાંકણી, ખાડા કૂવા, નાળા છોડ, સમંદર ગોત ! એક જ થાપે આશીર્વાદે, એક જ મીટમાં ન્યાલ થઈશ, પરચૂરણિયા મૂક નકામા, જોગી કોક કલંદર ગોત ! શુભ-અશુભ ને સાચ-જૂઠના, જગત ખેલથી ક્યાં ભાગીશ? કશું ન સ્પર્શે એવું ખાખી, ભગવું એક પટંતર ગોત ! ઊપડ્યો છે તો કેજાદીનો, -ને હલેસાં પણ બહુ માર્યા, ભલા આદમી ! ક્યાં જાવું છે? પોતીકું ક્યાંક બંદર ગોત ! ભરતી-ઓટ-તોફાનો સઘળું, અનિવાર્ય કુદરતનો ક્રમ, આસન તારું અડોલ રાખે, એવું જબરું લંગર ગોત ! ઝાઝાં થોથાં, ઝાઝી બુધ્ધિ, ઝાઝા વાદ વિવાદે શું? જડીબુટ્ટી તો આ સામે રહી, સત્ય, શિવ ને સુંદર ગોત! આપણે બહાર ફાંફાં મારીએ છીએ, ભટકીએ છીએ. જોઈએ છેતે ચીજ ઉત્તરમાં પડી છે અને આપણે તેને શોધીએ છીએ દક્ષિણમાં!! જે જોઈએ છે તે બધું આપણી અંદર જ પડ્યું છે ! હા. બધું જ અંદર છે. હેજ ધીરજથી અંદર ડૂબકી દઈને ચોતરફ નીરખીએ તો જે શોધીએ છીએ તે મળી જ આવે. આપણે અંદર જોવાનું શરૂ જ નથી કર્યું. આ બધું બહારથી મળશે તેમ માનીએ છીએ. કવિ પૂર્ણ વિશ્વાસથી કહે છે : ચોક્કસ અંદર છે. ગીતશો તો જડશે જ. આ રચના ગઝલ તરીકે પણ દાદ માંગે એવી છે. કવિ અમૃત ઘાયલે ગઝલની ઓળખ આપી છે, તે આ રચના જોતાં ખરી ઠરે છેઃ લીટી એકાદ નીરખી ઘાયલ હલબલી જાય આદમી, તે ગઝલ સંસારની આંટીઘૂંટીથી ઊગરવા માટેનો રસ્તો પણ આ ગોત !' ગઝલમાં સુંદર દર્શાવ્યો છે. જગતના ખેલથી ભાગવાને બદલે શુભ-અશુભના, સાચ-જુઠના દ્રઢ ન સ્પર્શ તેવી ચિત્તવૃત્તિ ઘડ. ઉપર ઊઠ! એ જ રસ્તો છે. પોતાનું યોગેન્દ્ર એવું નામ પણ કવિએ જોગંદર શબ્દ દ્વારા બતાવ્યું મળ્યા અને મળનારા જન્મ, તસુતસુ પણ ચડતો જા, પાછો નહીં પડતો.જોગંદર, અંતર ગોત! નિરંતર ગોત ! -- યોગેન્દ્ર વિ. ભટ્ટ આપણને બહાર જ જોવાની અને જે કાંઈ જોઈએ તે બહાર જ શોધવાની વર્ષો જુની કુટેવ છે. કવિ આપણો કાન પકડીને કહે છે : જા અંદર ગોત! પસંદગીની વેળા આવે ત્યારે પણ આપણું ચિત્ત શુદ્ર-ક્ષુલ્લક અને ક્ષણિકમાં અટવાતું હોય છે. એમાંથી ઉગારવા માટે કવિ, અલ્પમાંથી ભૂમા તરફ વાળવા, નીચેથી ઉઠાવીને ઉપર મીટ માંડતા શીખવે છે. સામાન્યને બદલેવિશેષના પ્રેમી અને પક્ષપાતી બનવા પ્રેરે છે. ગતિમાં રસ છે તેટલો મુકામ નક્કી કરવામાં નથી. ભાઈ ! હલેસાં તો ઘણા માર્યા ભલા આ ગઝલની ત્રીજી કડી વાંચતાં શ્રી રા. વિ. પાઠકની ચિરંજીવી પંક્તિ “મરવાનું ભવ્ય નિમિત્ત”ની માંગણી યાદ આવે છે. બહિર્મુખતામાંથી અંતર્મુખ થવાની આવી ધા૨દાર શબ્દાવલિથી આપણી અંદરની, ઓલવાઈ જવાની અણીએ પહોંચેલી, ચેતનાના અંગારાને ફરીથી ચેતવી લઈએ. કાવ્ય-આસ્વાદ: ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy