SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ! મને દીવાલો ઓળંગતા શીખવી દો, અને, બાંધી શકે પુલ એવી શક્તિ આપો. એક-એક હૈયામાં રચી દઉં બાગ અને ખીલવી શકું ફૂલ એવી ભક્તિ આપો. હું કોકનાય કાંટાને કાઢી શકું, ને અમરતાનાં છાંટાને છાંટી શકું; મને આપો એક સ્મિતનો કોરો રૂમાલ, કોકનાં આંસુ લૂછવાની શક્તિ આપો. મને એવું આપો કે હું કોઈકને કૈંક આપું, મને ઉત્થાપું ને કોકને ક્યાંક થાપું; કોઈના બાંધ્યા વિના, બંધાઉં શ્રદ્ધાથી, મને લગની ભરેલી વિરક્તિ આપો. સુરેશ દલાલ કોરા રૂમાલની માંગણી ૨૦૨ : પાઠશાળા Ba .પર્યુષણના આ દિવસો એટલે ધર્મની વધુ સમીપ રહેવાના દિવસો, એટલે કે ધર્મદાતા ભગવાનની નજીક રહેવાના દિવસો. આવા વખતે મનમાં શુભભાવનાની જે હેલી પ્રગટે તે ફળ્યા વિના ન રહે. આ પંક્તિઓમાં જે ભાવ છે તે ફળે તો આપણા જીવનમાં આનંદ આનંદ થઈ જાય. કાવ્યની શરૂઆત જ કેવી ચોટદાર વિચારથી થાય છે! પ્રભુ તારી સાથે જોડાણ ક૨વામાં સૌથી મોટું બાધક તત્ત્વ છે તે અહંકાર છે. એક યાદગાર શેર છે: Jain Education International મને ‘એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે, એકવચન પહેલો પુરુષ ત્યાં વચ્ચે આવી જાય છે.’ આ અહં એ દીવાલ છે. તેને ઓળંગવાની છે. આટલું પ્રભુ, શીખવી દો. અહંની દીવાલ ઓળંગી, પહેલું કામ જીવો પ્રત્યે મૈત્રી બાંધવાનું છે. પુલ એ મૈત્રીનું પ્રતીક છે. એ બાંધવાની શક્તિ મને આપો. મૈત્રી બંધાયા . પુલ પછી મિત્રના હૃદયમાં સુવાસ પ્રસરાવવા પુષ્પોથી ભરચક્ક એવો બાગ રચવાની ઇચ્છા છે. આ કાર્ય મારે ભક્તિભાવથી કરવું છે તે માટે ભક્તિ મને આપો.ઇચ્છા તો એવી છે કે કોઈના યે હૃદયમાં કોઈ શલ્ય-કાંટો હોય તેને હું કાઢી શકું. એ કાંટો કાઢ્યા પછી, તેને અમૃતજળના છાંટણાં છાંટી જીવંત બનાવું.આટલું કર્યા પછી મારે હવે એક કોરો રૂમાલ જોઈએ. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિનાનો કોરો રૂમાલ એ સ્મિતનું પ્રતીક છે. એની શક્તિ એવી અપાર છે કે સામી વ્યક્તિના દુઃખ-દર્દ અને આંસુઓને લૂછી એના ચહેરા પર સ્મિત પ્રગટાવું.મને કંઈક જોઈએ છે. તે મારે માટે નહીં પણ કોઈકને કંઈક આપવા માટે જોઈએ છે. પ્રભુ મને એવું આપો કે જે બીજાને હું આપી શકું.બીજાને મારા સ્થાને સ્થાપી ને હું ખસી જાઉં. કવિ હરીન્દ્ર દવેએ ગાયું છે ને કે ઃ આપણને ક્યાં છે મમત, એક સ્થાને રહીએ; બીજા માંગે છે જગા, ચાલને ખસી જઈએ. મારે કોઈને બાંધવા નથી પણ હું માણસ પ્રત્યેની શ્રદ્ધાથી બંધાવા તૈયાર છું.વળી આ મારી ભાવનાઓના ફળની કામનાથી હું મુક્ત રહેવા ઈચ્છુ છું, મારે એવી નિર્લેપતા-વિરક્તિ-વૈરાગ્ય જોઈએ છે. તે તમે જ ઉદારતાથી આપી શકશો. મને વિશ્વાસ છે કે આવા પવિત્ર દિવસોમાં કરેલી આવી પ્રાર્થના અવશ્ય ફળવતી બની રહેશે. આવું બને તો મારું મોં હસુ હસુ બની રહે. તો જ મારા દિલમાં પ્રસન્નતાના ઝરણાં વહેતાં રહે અને ચિત્ત અકારણ આનંદથી છલકાઈ જાય. જો આટલું મળે તો મારે બીજું જોઈએ પણ શું? પ્રભુ તે તો તું જાણે જ છે. કવિની આ માંગણી મારી પણ બની રહો! મારી બની રહો! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy