________________
મેરરેડગે પણ ...
મેરુ રે ડગે પણ જેના મન નવ ડગે, મરને ભાંગી પડે રે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તો યે વણસે નહીં, ને ઈ તો હરિજનના પરમાણજી.--૧ ચિત્તની તો વૃત્તિ જેની સદાય નિર્મળ, ને કોઈની કરે નહીં આશજી; દાન દેવે પણ રહેવે અજાચી, ને રાખે વચનમાં વિશ્વાસ રે..-૨ હરખ ને શોકની જેને નવિ આવે હેડકી, ને આઠે પહોર રેવે આનંદજી; નિત્ય રેવું રે સત્સંગમાં, ને તોડે મોહમાયા કેરા ફંદ રે.--૩ તન-મન-ધન જેણે ગુરુજીને અરણ્યાં, તે નામ નિજારા નર ને નારજી એકાંતે બેસીને આરાધ માંડે, તો અલખ પધારે એને દ્વારજી.--૪ સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રે; ગંગાસતી એમ બોલિયાં, , જેણે નેણે તે વરસે ઝાઝાં નૂર રે.--૫
ગંગાસતી સંત કવિઓ ક્યારેક પોતાના મનોભાવને ઉત્તમ તત્ત્વમાં આરોપિત કરીને પોતાના ચિત્ત- દર્પણમાં તેને પ્રતિબિંબિત કરીને પ્રેરણાનું પાન કરે છે અને તેઓ જે ભૂમિકાએ હોય ત્યાંથી આગળ ને આગળ ઊરોહણ કરતા રહેતા હોય છે.
અહીં પણ, ગંગાસતી પોતે જે અનુભૂતિની ભૂમિકાને સ્પશ્ય છે, તે ભૂમિકામાં રહેલા ઉત્તમ આત્માના મનોભાવોને સુપેરે નિરૂપ્યા છે. મેરુ પર્વતની ઉપમા અડગતાના પ્રતીક રૂપે બહુ જાણીતી છે. કદાચ એ ડગે (જે ડગે તેમ નથી છતાં) પણ જેના મન ન ડગે, વિચાર ન બદલાય. મેરુ પછી આગળ વાત આવે છે - બ્રહ્માંડની. ભલે બ્રહ્માંડ પણ ભાંગી પડે, અરે ! વિપત્તિ પણ આવી પડે તો પણ એનું મન
વણસે નહીં એવા આ સંત હોય છે; હરિના ભગવતું તત્ત્વના સ્નેહી હોય છે.
આવું અડગ મન તેઓ રાખી શકે છે એની પાછળ, આચરણાનું બળ હોય છે; એની યાદી પણ ક્રમશઃ અહીં આપી છે. આવું મનોબળ એમાંથી જ નીપજે છે. મનોબળની દૃઢતાની આધારશિલા સત્ત્વ છે. આ સત્ત્વ એટલે શું? કામ-ક્રોધ વગેરે ષડ઼ રિપુથી રક્ષણ પામેલું ચિત્ત તે સત્ત્વ છે. ક્રોધ આવે એવા સંજોગોમાં પણ ક્રોધ-વૃત્તિને વશ ન થયા; કામનો વિકલ્પ જાગ્યો તો તેને ત્યાં જ નિષ્ફળ બનાવ્યો. લોભ-લાલચના સંયોગો આવ્યા તેને પણ વશ ન થનાર ચિત્ત સત્ત્વશાળી છે.
આ યાદીમાં પ્રથમ છે ચિત્તવૃત્તિની નિર્મળતા. કોઈના પ્રત્યે રાખેલી આશા – અપેક્ષા - તે ચિત્તની મલિનતાનું મૂળ કારણ છે. અપેક્ષા ફળે તો અભિમાન આવે, ન ફળે તો દીનતા આવે, નિંદાનો ભાવ આવે. પોતે દાતા હોય, દાનવીર હોય, પણ કોઈ પાસે યાચના ન કરે. પોતે તો અજાચક જ રહે. દ્રઢ મનોબળથી જ આ શક્ય બને. દરેકના વચનમાં વિશ્વાસ રાખે, શ્રદ્ધાથી જીવે, શંકા ન કરે.
હરખ અને શોકના તંદ્રથી ઉપર ઊઠેલા હોય, એનો ધખારો ન હોય, અબળખા ન હોય, નિત્ય સત્સંગમાં રહે. પુરુષનો સમાગમ સંજીવની બરાબર છે. એથી બળ મળે છે. સંતસમાગમથી માયા-મમતાની જાળ પણ ભેદાય છે. તન અને મન બધું પ્રભુને અર્પણ કરે છે. શરીર પરનો માલિકી ભાવ જતો રહે છે. દુનિયાની માયાથી પર બને છે; તેની દુનિયા જ બદલાઈ જાય છે. એકાંત, મૌન અને ધ્યાનમાં ડૂબી જાય છે. અરૂપીને આરાધે છે એટલે પ્રભુ તેના ચિત્તમાં પધારે છે. આવા સંતોની તમે સંગત કરજો. અત્તરીયાની સાથે કેમ છો સારા છો !' એટલા સંબંધથી પણ સુગંધ મળે. આ સંગત કરો અને આડી-અવળી પ્રવૃત્તિમાં પડવાને બદલે ભજનમાં ભરપૂર ડૂબેલા રહેજો.
ગંગાસતીનું આ પદ તેમના પોતાના મનોભાવને પ્રગટ કરનાર છે. જેના અન્તરમાં આત્મા રમતો હોય તેની આંખોનું નૂર નિરાળું હોય છે, સાચું હોય છે. આવા સંતોને આભના ટેકા કહેવામાં આવે છે. આભ આવી વ્યક્તિના ટેકાથી ટકેલું છે. અગોચર વિશ્વમાંથી વહી આવેલા અને શબ્દોમાંથી ઝરતા પ્રેરણા-પીયુષનું આપણે પાન કરીએ અને શબ્દાતીત વિશ્વ તરફ મીટ માંડીએ.
કાવ્ય-આસ્વાદ: ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org