SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત થજો ગુજરાત અને હો સૌ કો’નું કલ્યાણ અરે રે, તુજને આ શું થયું ? નયનોમાં હતું અમી પ્રેમનું, તે સુકાઈ ગયું ? આ હિંસા ને આ બર્બરતા, શોભે છે શું તુજને ? કે માનવતાનું દેવાળું ફૂંકી દીધું તેં ? તુજ હૃદયે જે ઊછળતી મૈત્રી, ક્યમ થઈ ગઈ ઘૂરકીયું ? -૧ સહુ માણસ છે ભાઈ આપણા, સ્ત્રી સઘળી છે બહેન આ સમજણ છે ધર્મ આપણો, જ્યાં લગે તન-મન-વેણ ગુંડાઓનું ટોળું આ, તુજ સુખને લૂંટીને ગયું ? --૨ વેરનું મારણ પ્રેમ હંમેશાં, આગનું મારણ પાણી, સત્ય સનાતન આ સમજાવે, સાધુ સંતની વાણી; આ વચનામૃત આજ અચાનક શીદને ઝેર થયું ? --૩ ૧૯૮ : પાઠશાળા Jain Education International શાંત થજો ગુજરાત અને હો સૌ કોમનું કલ્યાણ, હિંદુ-મુસ્લિમ સહુ કોમોના ઈશ ! રક્ષજો પ્રાણ; સહુ મારા, ના કોઈ પરાયું, એવું દિલમાં રમ્યું. --૪ શીલચન્દ્રવિજય ――― આચાર્ય શ્રી શીલચન્દ્રસૂરિ મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અચ્છા વિદ્વાન તો છે જ, પણ અતિ સંવેદનશીલ કવિ પણ છે; સંગીતજ્ઞ પણ છે. તેમની ગુજરાતી રચનાઓ માણવી ગમે એવી હોય છે. વર્તમાન સમયમાં ગુજરાતને માથે જે વીત્યું છે અને અમદાવાદમાં જે બન્યું છે તે પાષાણ હૈયાને પણ પિગળાવે તેવું હતું. તે ઘટનાથી આચાર્યશ્રીનું હૃદય વલોવાયું. કરુણા ઉભરાઈ. એ વલોણામાંથી આ કવિતા રચાઈ ગઈ. કાવ્યમાં વેદનાને વાચા મળી છે. સાચુકલા હૈયામાંથી મિત્રસંવિત્ શૈલીમાં ઉપાલંભ અને ઉપદેશવચનો પણ સરી પડ્યા છે. આ કવિતા તા. ૧૭-૩૨૦૦૨ ના રોજ જન્મભૂમિ-પ્રવાસીમાં પહેલે પાને છપાઈ. તેમાં શીર્ષક હતું :‘ગરવી ગાંડી ગુજરાતને' પણ મને તો આ કવિતામાં સદ્ભાવથી રસાયેલી પંક્તિ મળી તેને જ શીર્ષકમાં મૂકી. હૈયાના ઊંડાણમાંથી પ્રકટેલી વાણી છે. ‘શાંત થજો ગુજરાત અને હો સૌ કો’નું કલ્યાણ' આમાં આપણા બધાનો સૂર ભેળવીએ. ગીતના ઉપાડમાં જ આક્રોશ વ્યક્ત થયો છે. તને આ શું થયું ? પ્રેમના અમૃતથી છલકતાં તારા નયનના અમી સુકાઈ ગયાં ? આટલું પૂછીને પછી ઉપાલંભ શરૂ થાય છે. તને આ બર્બરતા શોભે છે ? માનવતા ક્યાં ગઈ ? જે મૈત્રી હતી, તેને સ્થાને ઘૂરકવાનું ક્યાંથી આવ્યું ? ગુજરાતને પોતાના ધર્મનું ભાન કરાવતાં કહે છે કે જેટલા માણસ છે તે બધા આપણા ભાઈઓ છે અને જેટલી સ્ત્રીઓ છે, તે બધી આપણી બહેનો છે -આ સમજણ ક્યાં ગઈ? આગને ઓલવવા પાણી જ જોઈએ; તેમ વેરને શમાવવા વેર નહીં, પણ પ્રેમ જોઈએ. આ સત્ય સનાતન હકીકત છે. સંતો આ સમજાવી રહ્યા છે. છેલ્લે ગુજરાતમાં શાંતિ સ્થપાય, બધાનું કલ્યાણ થાય એ સદ્ભાવના પ્રકટ કરીને પરમેશ્વરને પ્રાર્થના કરી છે : હિંદુમુસલમાન સૌના પ્રાણનું રક્ષણ કરજો. આપણા જેવા અનેક દયાપ્રેમીના હૈયાને આ કાવ્ય દ્વારા વાચા મળે છે. આપણે પણ આવા જ ભાવોને લૂંટીએ. સાચા દિલથી પ્રાર્થના કરીએ. ‘શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી; ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન’ -- આ ભાવથી હૃદયને ભીનું-ભીનું રાખીએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy