SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આશબ્દોથી મનમાં આશા અને બળનો સંચાર થયો. મન ઉત્સાહથી છલકાયું અને સવળા કામે લાગી ગયું. આ ઘટનાથી આ કાવ્યની કિંમત તો હતી એટલી જ રહી પરંતુ એનું મૂલ્ય વધી ગયું ! (પ્રાઈસ એ કિંમત અને વેલ્યુ તે મૂલ્ય.) કાવ્યની સાર્થકતા સિદ્ધ થઈ. હવે આપણે કાવ્યની એક-એક પંક્તિને મમળાવી એનો આસ્વાદ લઈએ. પંક્તિઓ સરળ છે. સ્ટેજ શિખરિણી છંદના લય-લહેકાથી પાઠ શરૂ કરીએ એટલે એનો અર્થબોધ સુગમતાથી થવા લાગશે. પ્રથમ ચાર પંક્તિમાં અમાસનું વર્ણન છે. દરિયામાં હોડી જઈ રહી છે પણ ગાઢ અંધારાને કારણે હોડી ચાલશે નહીં અને જળ-શરણ થશે, એની કબર ત્યાં જ ખોડાશે એવું લાગે છે. બીજી ચાર પંક્તિમાં પૂનમની વાત આવે છે. આકાશમાં ચંદ્ર આવ્યો ... ના, ના, તણાતી હોડીને રોકવા જાણે હોડીરૂપી માછલીને આકર્ષવા ગલ નાખ્યો છે ! એટલે કે જલથી ઉદ્ધાર કરવા જ આ ચન્દ્ર આવ્યો અને અતલ તમ - અંધકારના સાગરમાંથી ઉગારીને હોડીને કિનારે પહોંચાડી દીધી. હવે નવમી પંક્તિથી નવલી વાત શરૂ થાય છે. દુઃખ અને સુખની આ ઘટમાળ એ જ જિંદગી છે. નિત્યરોજ-હંમેશા અંધારાં આવે છે અને ઉલેચાય છે. (રાત પછી દિવસ ઊગે જ છે, એમ !) તો મનને નિરાશાથી શા માટે ભરવું ? જ્યારે સુખના પૂનમની જ્યોન્ઝ - ચાંદની ખીલે ત્યારે પાલવ ભરી ભરીને પોયણાં-કુમુદ વીણી લેવાં. (પરોપકાર કરી લેવો.) અને જ્યારે દુ:ખની અમાસ આવે ત્યારે નાના નાના ટમટમતા તારલિયા વીણીને ઝોળી ભરવી. (પ્રભુનું નામ લઈને બળ મેળવવું.) પૂનમ પછીની તિથિ અને અમાસ પછીની તિથિ - બન્નેને પ્રતિપદા - એકમ – પડવો કહેવાય છે. એ નમણી પ્રતિપદાને કવિ કહે છે કે તને પણ પાંચે આંગળીએ પૂજીશું. તું અમને આશા અરમાન અને બળ આપજે. એ રીતે, આ સોનેટનો મહિમા, સાહિત્યનું પ્રયોજન શું? – એ પ્રશ્નના ઉત્તમ ઉત્તરના નમુના રૂપે કરવાનો છે. જો આ જીવંત શબ્દો દ્વારા કોઈમાં જીવંતતા આરોપિત થતી હોય તો એથી વધુ રૂડું શું જોઈએ ! આપણે પણ એ પ્રતિપદાને આવકારીએ; દર પંદર દિવસે તું અચૂક આવજે ! જરૂર આવજે ! ના* fro, સી. નરેન કાવ્ય-આસ્વાદ: ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy