SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠા મોતને માંગીએ, માણીએ જીવનની પળોને માણવાની, કવિ રમેશ જાનીની વાતને મમળાવી. જીવનને ખરા અર્થમાં માણી લે છે તે મોતને પણ માણે છે એ હવે જોઈએ : એક રીતે તો જીવન અને મૃત્યુ એ બન્ને એક સિક્કાની બે બાજુ જ છે. કોઈએ લલકાર્યું છે ઃ જીવન ને મૃત્યુની જોડલી અખંડ છે, માની લે, ‘મૃત્યુ’ એ જીવનનો ખંડ છે; મૃત્યુમાં જીવન પિછાણ માનવી ! જીવનને તું જીવી જાણ... ... જીવનને જે માણી શકે છે તે તો મોતને પણ માણે છે. કદાચ પ્રશ્ન થાય કે મોતને માણવું એટલે શું ? આપણા નીવડેલા કવિ શ્રી કરસનદાસ માણેકે એમના મનની ઉર્વરા ભોમમાં ઊગેલા ગીતમાં ‘મોત’ને માણવાનું ચિત્ર દોર્યું છે : એવું જ માગું મોત, હિર હું તો એવું જ માગું મોત ! આ થયું હોત ને તે થયું હોત ને જો પેલું થયું હોત’ અંત સમયે એવા ઓરતડાની હોય ન ગોતાગોત...હરિ... અંતિમ શ્વાસ લગી આતમની અવિચલ ચલવું ગોત, ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ કપોત, કાયાની કણી-કણીથી પ્રગટે એક જ શાંત સરોદ જોકે રખે કદી પાતળું પડતું આતમ કેરું પોત...હરિ... ગિરિગણ ચડતાં ઘનવન વીંધતાં તરતાં સરિતા-સ્રોત સન્મુખ સાથી જનમ-જનમનો અંતર ઝળહળ જ્યોત...હરિ... Jain Education International ગગનેન્દ્રનાથ ટાગોર કવિ સ્પષ્ટ કહે છે કે આવું મનગમતું ‘મોત’ તો હિર પાસેથી મળે. કાવ્ય કે ગીતની પ્રથમ પંક્તિ ‘દેવદત્ત’ ગણાય છે. તેમ, અહીં પણ ગીતના ઉપાડમાં જ કવિ ભાર દઈને ગાય છેઃ ‘એવું જ...' --આના સિવાયનું, નહીં પહેલી કડીમાં શું ન હોવું જોઈએ તે વર્ણવ્યું છે. તો બીજી કડીમાં ‘શું જોઈએ' તેનું મિતાક્ષરી પણ સુરેખ વર્ણન છે. પદાવલી એવી તો સુગમ છે કે જાણે સ્વયંભૂ ! હૃદયમાંથી પ્રગટેલી પંક્તિ હૃદયમાં જઈને ઠરે છે. ત્રીજી કડીમાં ‘કણી-કણી’ શબ્દ ‘ક’ના અનુપ્રાસની પ્રીતિથી આવ્યો છે. એનો અર્થ ‘રોમરાજિથી' એમ અભિપ્રેત છે. ‘સરોદ’ એક વાજિંત્ર છે. અહીં તેનું વિશેષણ છે ‘શાંત સરોદ’ ચોથી કડીમાં અંદરની ઝળહળતી જ્યોતની વાત, જે કાયમનો સાથી છે તે જણાવી આપે છે. કવિ કહે છે એવું જ મોત, ઓરતા વિનાનું મોત, મૃત્યુ કહેવાય. આવા મૃત્યુ જોઈને કહેવાય કે, ‘મૃત્યુ મરી ગયું રે લોલ !' મંગલ For Private & Personal Use Only જીવનની પળોને હળવાશથી આમ માણતાં માણતાં જો મૃત્યુ આવે તો તેનું રૂપ બિહામણું નહીં પણ સોહામણું લાગે. પણ માત્ર વસ્ત્રપરિવર્તન જેવું અને તે જૂનાં વસ્ત્ર ઉતારીને, કરચલીવાળાં વસ્ત્ર તજીને, નવાંનકોર, મૃદુ-મુલાયમ વસ્ત્ર મળે તો આવા મૃત્યુનું સ્વાગત કોણ ન કરે ? કોણ આવું પરિવર્તન ન આવકારે ? દિલથી આવું માગે તે કેમ ન આવકારે ? મળે જ મળે. આપણે પણ માંગીએ અને મેળવીએ. કાવ્ય-આસ્વાદઃ ૧૮૫ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy