SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વાડ જોઈ ! કેસરવાળા કંદમાં નાનાં ફૂલો જોયાં, ફૂલ શું, ફૂલના નાના-નાના ગુચ્છ ! ભમરીઓના ગુંજારવ પ્રશંસાના શબ્દો ફેલાવતા હતા અને પુષ્પો પરિમલ ! અમે તો ઊંડા શ્વાસ લઈ એ પરિમલ ફેફસામાં ભરી લીધાં. એકલ-દોકલ અંકોલ તો ઘણી વાર જોયાં હોય, પણ આ તો અંકોલ્લ-વન ! થોડે આગળ શિરીષની વૃક્ષ-વીથિકા અમને આવકારી રહી હતી : અમને પણ જુઓ. પાંદડાં કરતાં પુષ્પો વધુ, પણ સુગંધ ક્યાં ? આટલાં બધાં ફૂલો પણ જરા-જેટલી સુગંધ નહીં! કાંઈ અમારી ભૂલ નથી ને ? બે વાર નાકને સાબદું કર્યું. પરિણામ શૂન્ય ! ન સમજાયું એટલે ઊભા રહી ગયા. વટેમાર્ગુઓને પૂછ્યું : આટલાં બધાં શિરીષ-ફૂલો છે, પણ સુગંધ કેમ નથી ? અનુભવીઓ હતા. કહે : પવન નથી. સહસા પંક્તિ સ્ફુરી આવી : Up Mer શિરીષ-ફૂલથી લચી સકળ ડાળખી, જો અહીં, દિસંત થડ-ડાળમાં, પરણથી વધુ ફૂલડાં ! સુગંધ ભરપૂર છે; સુમન એકલાં શું કરે ? સ્વયં ગતિ ન થઈ શકે, ચરણ પંગુ જંતુ સમાં. સુગંધ ફરતી બધે, પવન ચાખડી પહેરીને, ચડી સમીર-સ્કંધ, ઘૂમત એ દિશે-દિશ મહીં. પંક્તિઓ ગણગણતો હતો. જાણે વાયુદેવે પ્રાર્થના સાંભળી ! મંદ-મંદ વાયુ લહેરાતો થયો અને વાતાવરણ શિરીષની સુગંધથી મહેકી ઊઠ્યું. આ સુગંધ સાવ નિરાળી. મોગરાની પણ જુદી - મીઠી અને મનોહર. મહુડાની યે જુદી - માદક અને મીઠી. મકરોળની પણ જુદી ! થયું, આ J PRI PER TOT Jain Education International બધાં પુષ્પોનો સમૂહ ભેગો થાય અને વાતાવરણમાં જે સુગંધ છલકાય, તેથી તો તે મનભર બની જાય ! રાયણ વૃક્ષો તો રસ્તે આવ્યા જ કરતાં. રસ્તો ધુળિયો. રસ્તો શું, નેળિયું જ કહો ને ! બંને બાજુ વાડ. એ પણ થોરની નહીં. વાડે-વાડે આંબા-લીમડો જેવાં ઘટાદાર વૃક્ષોની હાર. વાડમાં ચણોઠીના વેલા, તો કેસૂડાં પણ છૂટાં છવાયાં ભગવારંગી પુષ્પો સહ ત્યાં ઊભા રહી અમારું અભિવાદન કરી રહ્યાં હતાં. કેસૂડાના વૃક્ષ નીચે, લક્ષ્મીજીના કપાળેથી ખરી પડેલાં સૂકા કંકુની જેમ, ફૂલોની બિછાત બિછાવી હતી. જરા પણ ભેળસેળ વિનાની શુદ્ધ હવામાં લીમડાની માંજર, મહેક-મહેક થતી હતી. આમ, વસંતનું સામ્રાજ્ય ચારેકોર છવાયેલું માણ્યું. બધું ફરી-ફરી યાદ આવતું રહે છે. પેલી, દેશી મેંદીની સુગંધ, સંધ્યા સમયે ભરપૂર આવે. કેટલાયે નામી-અનામી વગડાઉ ફૂલોની આછી-આછી સૌરભ માણતાં, વસંતવિલાસની પંક્તિઓ જ હોઠે ચડે : દહ દિસિ પસરઇ પરિમલ, નિરમલ થ્યા દિશિ અંત. આકાશ ચોખ્ખું અને નિરભ્ર હોય, અવનિ વૃક્ષો, વેલા અને વિમલ ઝરણાંથી ભરી હોય, ઋતુ વસંત હોય, ગામની સીમમાં વહેલી સવારનો સમય હોય; તો આનંદથી ઝૂમી ઊઠવા હવે બીજું શું જોઈએ ? હા, આવી વસંત બારે માસ હોય અને તમારા જેવા રસિક વિદ્યાપુરુષ સાથે હોય, પછી મોજ જ મોજ અને લહેર જ લહેર ! બસ. હવે અટકું - આનો તો અંત જ નથીને ! For Private & Personal Use Only Rup Ja7/3 Jabba In Pl this વિહાર : ૧૭૩ www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy