________________
નિર્દેશ કરે તો --- “દાદાના અભિષેક : એક સ્મરણયાત્રા'. લેખકની જ ટાંકેલી પંક્તિ પ્રયોજી કહીએ કે આ લેખ તો “સાવધાન થઈ સાંભળો ! રાખી મન થિર ઠામ'. એવી રીતે મને પાઠશાળાના અંકમાં વાંચતાં જ અત્યંત ગમી ગયેલો ‘વિહારની સોડમથી ભરપૂર એક પત્ર', કે “જાં બારે માસ વસંત'. સાધુ જીવન જીવવું અને તેમાંય જૈન ધર્મના સાધુ મહારાજનું જીવન જીવવું ખાંડાના ખેલ છે, પણ આ વિહારના લેખો વાંચતાં તો થયું કે આવા ‘વિહારો’ માટે કંઈ નહિ તો પેલી અરણીની સુવાસ લેવા માટે “થોડો સમય” સાધુ થઈ શકાય જો ! પણ આવી ઇચ્છા થવાનું કારણ તો આચાર્યશ્રીની ખુલ્લી પ્રસન્નતાસભર રૂપરસની સૃષ્ટિને માણવાની દૃષ્ટિ છે, જે “પીલુડી કેરાં તરુ તળે – મેઘાડંબર ગાજે' જેવો મૂલ્યવાન લઘુલેખ સહજે રચી દે અને એટલે એમની સાથે કહેવાની ઇચ્છા થાય કે ‘વિહાર એ તો જંગમ પાઠશાળા છે'. આપણે ઉમેરીએ કે સ્વયં “આચાર્યશ્રી’ માટે પણ.
‘પાઠશાળામાં અનેક કાવ્યો-મુક્તકોના આસ્વાદ છે, કોઈ આરૂઢ પ્રોફેસરોની પરિભાષામાં ગૂંચવાયેલા કે ગૂંથાયેલા નહિ, પણ સામાન્ય વાચકને પહોંચે એ રીતે વિશદ વિવરણ સાથે વિચારોનું | તે પાથેય બંધાવે છે. કહે છે પણ ખરા કે “કવિઓ આપણને જિવાડે છે.' કાવ્યમર્મા આચાર્યશ્રી કોઈ મુક્તકોની પ્રશંસા કરતાં કહી બેસે કે “હૃદયની શાહીથી લખાયેલાં છે” (પ્રોફેસર હોત તો કહેતા હૃદયના રક્તથી, પણ જૈન ધર્મ-મીમાંસામાં “રક્ત” એકદમ કેવી રીતે લાવી શકાય?). “આ છે અણગાર અમારા' સાથે અહીં “ખુશીની ખોજ'નો આસ્વાદ છે. “કાવ્યશાસ્ત્ર વિનોદન...' જેવા સંક્ષિપ્ત લેખમાં વિનોદ કાવ્યનો પરિચય કરાવી, જરા હસાવી લે, તો તે સાથે માત્ર એક કડીના (કિસન સોસા) અર્થમાં અવગાહન કરે અને ભાવકને કરાવે.
આચાર્યશ્રી પ્રાચીન જૈન આગમો અને દુરૂહ જૈન દાર્શનિક ગ્રંથોના પર્યેષક તો હોય જ, પણ એમનું કવિહૃદય તત્ત્વચર્ચામાં આશ્ચર્ય થાય તેટલી કાવ્યપંક્તિઓ ગૂંથતા જઈ તત્ત્વવિચારને ‘વનિાનાં સુવવધાય' હોય એમ પ્રસ્તુત કરે છે, અને એટલે ધર્મની પરિભાષાઓને અતિક્રમી જાય છે. ગ્રંથમાં આચાર્યશ્રીએ સ્વયં રચેલી કવિતાઓ છે, જેમાં એમની છંદસિદ્ધિ જોઈ શકાય છે. સહૃદયતા અને આચાર્યત અહીં આ ગ્રંથમાં સાથે સાથે વાત કરે છે, એનું આશ્ચર્ય એટલું નથી, જેટલી એમની સુખપાઠ્ય ગૂંથણી છે.
ધર્મદેશના જીવનમાં સંસ્કારોના વ્યાપક સિંચન માટે છે અને તેથી “પાઠશાળાનું વાચન ભાવકચેતનાનો વિસ્તાર સાધે છે. આ પાઠશાળાના આચાર્ય પાસે એક વિશિષ્ટ પ્રકારની સૌંદર્યદ્રષ્ટિ છે, જેનું એક ઉદાહરણ આપવું હોય તો તે છે: ‘અવકાશ સુંદરતાને સ્થાયી બનાવે છે” લેખ. | ‘પાઠશાળા'નાં પૃષ્ઠો વચ્ચેથી પસાર થનાર ધર્મ, અધ્યાત્મ, નીતિ, જીવનરીતિ, પ્રકૃતિપ્રીતિ અને મનુષ્યપ્રીતિના પાઠ સહજમાં ભણશે અને એના એ ભણતર સાથે જીવનમાં એના ગણતરનો સંયોગ રચી શકશે તો મનુષ્ય અવતારમાં સાફલ્યપ્રાપ્તિની દિશા એને મળી રહેશે.
ભોળાભાઈ પટેલ ૩૨, પ્રોફેસર્સ કૉલોની, વિજય ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૯
અઢાર : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org